GSTV
Home » News » ‘મત આપતા પહેલા વિચારજો’ પત્રિકાઓ થઈ ફરતી, પોતાના જ સમાજે આ ઉમેદવારનો કર્યો વિરોધ

‘મત આપતા પહેલા વિચારજો’ પત્રિકાઓ થઈ ફરતી, પોતાના જ સમાજે આ ઉમેદવારનો કર્યો વિરોધ

સુરેન્દ્રનગરના કોંગી ઉમેદવાર સોમા પટેલનો પોતાના જ કોળી સમાજમાં વિરોધ શરૂ થયો હોય તેવી ચર્ચાઓ શરૂ થઈ છે. સોમા પટેલના વિરોધમાં પત્રિકાઓ ફરતી થઈ છે. આગામી 17 એપ્રીલે સાયલાના ઓવનગઢ ગામે કોળી સમાજનું સંમેલન આયોજિત થયું છે અને તેનો પણ પત્રિકામાં ઉલ્લેખ છે.

સોમા પટેલને મત આપતા પહેલા વિચાર કરજો તેવા વાક્યો પણ લખવામાં આવ્યા છે. તેઓ ચૂંટણી લડ્યા પછી ક્યારેય પણ દેખાતા નથી તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે ટકાવારી લઈ ગ્રાન્ટ વેચી નાખવાનો પણ પત્રિકામાં ઉલ્લેખ કરાયો છે.

Read Also

Related posts

2019 પહેલા જુઓ 2014ની લોકસભા ચૂંટણીનું પૂરેપૂરૂ સરવૈયું, માર્જીનથી માંડી મતદાતાઓની પસંદગીની વાત

Karan

ગુજરાત ઇલેક્શન : અનેક જગ્યાએ EVM ખોટકાયા, મતદાતાઓને આવ્યો રાહ જોવાનો વારો

Bansari

ગજબ! આ છે ગુજરાતનું એવું ગામ જ્યાં થાય છે 100 ટકા મતદાન!

Bansari