GSTV

ગરમીએ તોડ્યા બધા જ રેકોર્ડ! સુરેન્દ્રનગરમાં સૌથી વધુ તાપમાન, હજુ આટલા દિવસ નહીં મળે રાહત

ગરમી

Last Updated on June 2, 2019 by Arohi

પશ્ચિમ દિશામાંથી ફૂંકાતા ગરમ પવનોએ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં સપાટો બોલાવ્યો છે. સૂર્યના તેજ કિરણોએ ધરતીને ધગધગતી બનાવી દીધી છે. અને મોસમની સુરેન્દ્રનગરમાં સૌથી વધુ રેકોર્ડ બ્રેક ગરમી ૪૫.૩ ડિગ્રી નોંધાઈ છે. આ ઉપરાંત રાજકોટ અને ગાંધીનગરમાં પણ સૌથી વધુ ગરમી ૪૪.૫ ડિગ્રી સેં.ગ્રે. નોંધાઈ છે. 

અમદાવાદમાં ૪૪.૨ અને અમરેલીમાં ૪૪ ડિગ્રી સે.ગ્રે. તાપમાન નોંધાયું છે. હવામાનખાતાની આગાહી જણાવે છે કે હજુ બે દિવસ ગરમીનું મોજું રહેશે અને તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થશે નહીં.

જો કે દક્ષિમ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા તેમજ કચ્છમાં ગરમીનું પ્રમાણ એકંદરે સામાન્ય રહેશે. ઉનાળાના આખરમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કાળઝાળ ગરમીનો પ્રભાવ પથરાયો છે. આભમાંથી અગનજ્વાળાઓ વરસી રહી છે.

સતત ત્રણેક દિવસથી તાપમાન ૪૪ સે.ગ્રે. ડિગ્રી રહ્યું છે અને પશ્ચિમ દિશાના સૂકા ગરમ પવનોએ રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, ગાંધીનગર, અમદાવાદમાં સપાટો બોલાવ્યો છે. દિવસ દરમ્યાન દાહ દેતી ગરમી અનુભવાય છે. બપોરના ૧થી સાંજના ૬ વાગ્યા સુધી તાપમાનનો પારો ઉત્તરોત્તર વધીને ૪૪ં ડિગ્રી સુધી પહોંચી જાય છે.

હાથ-પગ દાઝી જાય અને આંખોમાં બળતરા થાય તેવી ગરમીનો અનુભવ થાય છે. બપોરના સમયે રસ્તા પરનો ટ્રાફિક વ્યવહાર ખૂબ જ પાંખો જોવા મળે છે. કાળઝાળ ગરમીના પ્રકોપથી બચવા માટે લોકો કામ સિવાય ઘર કે ઓફિસની બહાર જવાનું ટાળે છે. મોડી સાંજે ફૂંકાતો પવન પણ ગરમા ગરમ અનુભવાય છે.

અમદાવાદ શહેરમાં આજે દિવસ દરમ્યાન ૪૪.૨ સે.ગ્રે. ડિગ્રી ગરમી નોંધાઈ હતી. જે સામાન્ય રીતે હોવી જોઇએ તેના કરતાં ૩.૨ ડિગ્રી વધુ હતી.

રાત્રિ દરમ્યાન લઘુત્તમ તાપમાન ૨૯.૧ સે.ગ્રે. ડિગ્રી નોંધાયું હતું. જે સામાન્ય કરતાં ૧.૪ ડિગ્રી. ઊંચું હતું. હવામાન ભેજનું પ્રમાણ સવારે સાડા આઠ વાગે ૭૦ ટકા નોંધાયું હતું. પરિણામે ગરમી સાથે બાફનો પણ અનુભવ થયો હતો. જો કે સાંજના સમયે ભેજનું પ્રમાણ ઘટીને ૩૨ ટકા નોંધાયું હતું. પરિણામે દાહ દેતી ગરમીનો અનુભવ થયો હતો.

હવામાન ખાતાની સ્થાનિક આગાહી જણાવે છે કે આવતીકાલે આકાશ સ્વચ્છ રહેશે અને ગરમીનું પ્રમાણ ૪૪ સે.ગ્રે. ડિગ્રી રહેશે. રાજ્યભરમાં હવામાન સુકુ રહેશે અને ગરમીના પ્રમાણમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થશે નહીં. સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી અને અમદાવાદમાં ગરમીનું મોજું રહેશે.

વિવિધ શહેરોમાં ગરમીનું પ્રમાણ 

શહેરગરમી
સુરેન્દ્રનગર૪૫.૩
ગાંધીનગર૪૪.૫
રાજકોટ૪૪.૫
અમદાવાદ૪૪.૨
અમરેલી૪૪.૦
ડીસા૪૨.૮
કંડલા૪૨.૬
વિદ્યાનગર૪૧.૯
વડોદરા૪૧.૦
ભાવનગર૪૦.૮
ભુજ૪૦.૫
નલિયા૩૫.૯
વલસાડ૩૪.૯
મહુવા૩૪.૪
સુરત૩૪.૦
દ્વારકા૩૩.૩

પાછલા દસ વર્ષમાં અમદાવાદ શહેરમાં જૂન માસની ગરમીનો રેકોર્ડ

El Nino

૨૦૧૪માં તાપમાન ૪૫ ડિગ્રી થયું હતું : ઓલટાઇમ હાઇ રેકોર્ડ ૭-૬-૧૮૯૭માં ૪૭.૨ ડિગ્રી

અમદાવાદ શહેરમાં પાછલા દસ વર્ષના જૂન માસમાં સૌથી વધુ ગરમી ૫મી જૂન ૨૦૧૪ના રોજ ૪૫.૦ સેં.ગ્રે. ડિગ્રી નોંધાઈ હતી. જ્યારે ઓલટાઇમ રેકોર્ડ બ્રેક ગરમી ૭મી જૂન, ૧૮૯૭ના રોજ ૪૭.૨ સેં.ગ્રે. ડિગ્રી હોવાનું હવામાન ખાતાની કચેરીએ નોંધાયું છે.

પાછલા દસ વર્ષમાં જૂન માસની ગરમીનો રેકોર્ડ

તારીખગરમી
૧-૬-૨૦૦૮૪૧.૦
૭-૬-૨૦૦૯૪૨.૨
૧૪-૬-૨૦૧૦૪૪.૫
૬-૬-૨૦૧૧૪૩.૩
૩-૬-૨૦૧૨૪૧.૬
૧-૬-૨૦૧૩૪૧.૬
૫-૬-૨૦૧૪૪૫.૦
૧-૬-૨૦૧૫૪૩.૯
૬-૬-૨૦૧૬૪૪.૯
૪-૬-૨૦૧૭૪૩.૦

Read Also

Related posts

ભાવનગર / ધોરણ 12ની રીપીટર પરીક્ષામાં ડમી ઉમેદવાર ઝડપાયો, પોલીસે અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી

Zainul Ansari

ભ્રષ્ટાચાર / સ્માર્ટ સીટી બન્યું ભૂવાઓનું શહેર, એક ભૂવા પૂરવા પાછળ થાય છે 4થી 5 લાખ રૂપિયાનો ખર્ચ

Zainul Ansari

અમદાવાદ / મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળામાં વધારો થતા મ્યુનિસિપલ તંત્ર એક્શનમાં, સ્વચ્છતા ન જળવાતા એકમોને નોટિસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!