GSTV
Surendranagar Trending ગુજરાત

સુરેન્દ્રનગરના રાજકારણમાં ભૂકંપ : કોંગ્રેસના ૧૦૦થી વધુ આગેવાનો અને યુવા નેતાઓના સામૂહિક રાજીનામા, આજે કેસરીયો ખેસ ધારણ કરશે

કોંગ્રેસ

સુરેન્દ્રનગર NSUIના પ્રમુખ અને કોંગ્રેસના આગેવાનો આજે ગાંધીનગર ખાતે કેસરીયો ખેસ ધારણ કરશે. NSUIના જિલ્લાના પ્રમુખ ધ્રુવરાજસિંહ ચુડાસમા સહિત ૧૦૦ થી વધુ આગેવાનો અને કાર્યકરો કમલમ જવા માટે સુરેન્દ્રનગરથી રવાના થયા હતા. કોંગ્રેસમાં જૂથવાદ અને યુવાનોની અવગણનાથી કંટાળી રાજીનામુ તમામ હોદ્દેદારોએ રાજીનામા આપ્યા હતા.

કોંગ્રેસ

ભાજપમાં યુવાનોને સક્રીય રાજનીતિમાં ભાગીદારી, રાષ્ટ્રવાદ અને વિકાસની રાજનીતિ થી પ્રેરાઇને ભાજપમાં જોડાઇ રહ્યાં હોવાનું નિવેદન આપ્યું છે. વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણથી જિલ્લાના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો વ્યાપી ગયો છે.

ભાજપ

જણાવી દઇએ કે સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસ પાર્ટીમાં ભૂકંપ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કોંગ્રેસના આગેવાનો અને યુવા નેતાઓ સહિત 100થી વધુ કાર્યકરોએ સામૂહિક રાજીનામા ધરી દીધા છે જે બાદ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. રાજીનામું ધરી દેનાર લોકોમાં જિલ્લામાં કોગ્રેસની વિદ્યાર્થી પાંખના પ્રમુખનો પણ સમાવેશ થાય છે.

Read Also

Related posts

લોકસેવા કરનારા પૂર્વ ધારાસભ્ય બીપીએલ કાર્ડ પર જીવન ગુજારે છે, વાંચો આ માજી ધારાસભ્યની ખુમારી વિશે

Hardik Hingu

ગાંધીનગરના કોબા ખાતે આવેલા વિશ્વ પ્રસિદ્ધ જિનાલયમાં અલૌકિક ખગોળીય ઘટના

GSTV Web Desk

કામની વાત / બચત ખાતાના કેટલા પ્રકાર છે?, જાણો તમારા માટે ક્યું ખાતુ રહેશે શ્રેષ્ઠ

Hardik Hingu
GSTV