GSTV

ફેશનના મામલામાં ખુબ આગળ છે ટીવીની નાગિન સુરભી ચંદના, એક્ટ્રેસના લુક્સના દીવાના છે ફેન્સ

સુરભી

Last Updated on September 11, 2021 by Harshad Patel

ટીવી એક્ટ્રેસ સુરભી ચંદના આજે પોતાનો 32મોં જન્મદિવસ ઉજવી રહી છે. સુરભી ચંદના ટીવી સિરિયલ ઇશ્કબાઝ અને નાગિનમાં પોતાના કામથી ઓળખાય છે. પરંતુ શું તમને ખબર છે કે અસલ જીવનમાં સુરભી ખુબ ગ્લેમરસ છે.

સુરભી બિકીનીથી લઇ જીન્સ અને સાડી સુધી દરેક સ્ટાઇલને કરી અને ફ્લોન્ટ કરવા માટે જાણીતી છે. એમના ઘણા લુક્સ સોશિયલ મીડિયા પર દેખાઈ છે, જેને ફેન્સ ખુબ પસંદ કરે છે. કેઝ્યુઅલથી લઇ એથનિક અને બોલ્ડ દરેક લુકમાં સુરભી કમાલ લાગે છે.

સુરભીનો જન્મ 11 સપ્ટેમ્બર 1989ના રોજ મુંબઈમાં થયો હતો. એમણે વર્ષ 2009માં પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. એમનો પહેલો શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ હતો . એમાં એમનો કેમિયો હતો.

ત્યાર પછી સુરભીએ ચાર વર્ષનો બ્રેક લીધો અને સિરિયલ ‘એક નનંદ કી ખુસીયો કી ચાબી…મેરી ભાભી’ થી પરત ફરી. 2014થી 2015 સુધી સુરભીએ સિરિયલ ‘કુબૂલ હે’માં મૂક અને બધિર છોકરી હયાની ભૂમિકા ભજવી હતી.

2015માં સુરભી તેની પહેલી બોલિવૂડ ફિલ્મમાં જોવા મળી હતી. તેણે વિદ્યા બાલન અને અલી ફઝલ અભિનીત ફિલ્મ બોબી જાસૂસમાં આમનાનું પાત્ર ભજવ્યું હતું. આ ભૂમિકા બહુ નાની હતી.

2016 માં, સુરભી સિરિયલ ‘ઇશ્કબાઝ’માં અનિકા ઓબેરોયની ભૂમિકામાં જોવા મળી હતી. આ સિરિયલમાં તેના કામની પ્રશંસા કરવામાં આવી હતી. ઘણા પુરસ્કારો પણ મળ્યા. શોની સ્પિન-ઓફ ‘દિલ બોલે ઓબેરોય’ પણ શરૂ કરવામાં આવી હતી.

આ પછી, સુરભીએ સંજીવની અને નાગિન 5 માં કામ કર્યું. નાગિન 5 માં શરદ મલ્હોત્રા સાથે સુરભીની કેમેસ્ટ્રી ચાહકોની પસંદ બની છે. બંને તાજેતરમાં બેપનહ ઇશ્ક ગીતના મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળ્યા હતા.

Read Also

Related posts

આ દુકાનમાં મળે છે સોનાથી બનેલ ‘ગોલ્ડન મોદક’: કિંમત અને વિશેષતા જાણીને ચોંકી જશો તમે

Vishvesh Dave

ચીનની મોટી છલાંગ / 90 દિવસની અકવાસી સફર ખેડી 3 ચાઈનીઝ એસ્ટ્રોનોટ ધરતી પર પરત ફર્યા

Pritesh Mehta

હાઈકોર્ટે આપ્યો પુત્રને ઘર ખાલી કરવાનો આદેશ, માતા-પિતાને દરરોજ આપતો હતો પીડા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!