GSTV

અતિવૃષ્ટિ/ 15 દિવસમાં સર્વે કરવાનો વાયદો ખોટો ઠર્યો, કૃષિમંત્રીએ જાહેરાત કરી પણ પાક નુકસાની સર્વેના નથી હજી ઠેકાણાં

ગુજરાત રાજ્ય પર આ વર્ષે મેઘરાજાએ મહેર કરી છે. જોકે ,ભારે વરસાદને પગલે કેટલાંય વિસ્તારોમાં અતિવૃષ્ટિ જેવી સિૃથતી સર્જાઇ છે જેના કારણે ખેતરોમાં પાક ધોવાયો છે અને ખેડૂતોને આર્થિક નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે. આ સંજોગોમાં કૃષિમંત્રી આર.સી.ફળદુએ 15 દિવસમાં જ પાક નુકશાનીનો સર્વે કરવા જાહેરાત કરી હતી. પણ આ વાતને આજે 14 દિવસનો સમય વિત્યો હજું સર્વેની કામગીરીના કોઇ ઠેકાણાં જ નથી . એટલું જ નહીં, પાક નુકશાનીનો સર્વે કેવી રીતે કરવો તે અંગેકોઇ માર્ગદર્શિકા જાહેર કરી નથી.

14 દિવસનો સમય વિત્યો હજું સર્વેની કામગીરીના કોઇ ઠેકાણાં જ નથી

ગુજરાતમાં આ વર્ષે 100 ટકા કરતાં વધુ ય વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદને લીધે ખેતીને વ્યાપક નુકશાન પહોંચ્યુ છે. ખેતીના નુકશાનને પગલે ખેડૂતોને આિર્થક નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે વળતરની માંગ ઉઠી છે. ઉલ્લેખનીય છે કે આ જોતાં રાજ્ય કૃષિ મંત્રી ફળદુએ આખાય રાજ્યમાં 15 દિવસમાં જ પાક નુકશાનીનો સર્વે પૂર્ણ કરી લેવાશે તેવી જાહેરાત કરી હતી પણ આ જાહેરાત કર્યાને આજે 14 દિવસ પૂર્ણ થયાં છે હજુ કોઇ ઠેકાણાં નથી.

કૃષિમંત્રીએ જાહેરાત કરી પણ પાક નુકસાની સર્વેના નથી હજી ઠેકાણાં

કોંગ્રેસ કિસાન સેલના પ્રમુખ પાલ આંબલિયાનો આક્ષેપ છેકે, હજારો ખેડૂતો વળતરની કાગડોળે રાહ જોઇને બેઠાં છે ત્યારે રાજ્યમાં હજુ 10 ટકા પણ પાક નુકશાનીનો સર્વે થઇ શક્યો નથી. તેનુ કારણ એછેકે, રાજ્ય કૃષિ વિભાગ પાસે ગ્રામસેવકો,તલાટી સહિતનો પુરતો સ્ટાફ જ નથી. એટલુ જ નહીં, મહત્વની વાત તો એ છેકે, ગ્રામ સેવકો-તલાટી ખેતરમાં લીલોતરી જોઇને જ સર્વે કરતા નથી.વાસ્તવમાં મગફળી કે ડુંગળાના પાકના લીલા પાંદડા નહીં પણ પાકના મૂળિયા પરથી તેના પાકને કેટલું નુકશાન થયુ છે તેનો અંદાજ આવી શકે તેમ છે.

વરસાદી પાણીમાં પાક ધોવાઇ ગયો હોય કે, પાકના મૂળિયા નાશ થયા હોય તો પણ સર્વે કરાતો નથી. પાક નુકશાનના સર્વેના ફોર્મ પણ ઉપલબ્ઘ નથી. આમ,સર્વેની કામગીરી અનેક ખામીઓ છે. રાજ્ય કૃષિ વિભાગે પાક નુકશાની અંગે પરિપત્ર જ જાહેર કર્યો નથી જેના કારણે નુકશાનીના સર્વેમાં ભારે ગરબડ થઇ રહી છે જેના કારણે ખેડૂતો રોષે ભરાયાં છે.

READ ALSO

Related posts

અહેમદ પટેલ: કોંગ્રેસના એ ‘ચાણક્ય’ જેમના હાથમાં રહેતું સંગઠનનું રિમોટ, નહેરુ-ગાંધી પરિવારના અત્યંત નજીકના વ્યક્તિ

pratik shah

અહેમદ પટેલના નિધન પર કોંગ્રેસના રાજનેતાઓએ વ્યક્ત કર્યો શોક, પ્રદેશ અધ્યક્ષ સહિતના નેતાઓએ કામગીરીને કરી યાદ

pratik shah

અમદાવાદ/ ડેપ્યુટી સીએમ નવી કિડની હોસ્પિટલ પહોંચ્યા, કામગીરીની સમીક્ષા માટે લીધી મુલાકાત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!