GSTV
Home » News » સુરતનાં યુવકની દક્ષિણ આફ્રિકામાં જે રીતે હત્યાં કરી એ ફિલ્મની સ્ટોરીથી કંઈ કમ નથી

સુરતનાં યુવકની દક્ષિણ આફ્રિકામાં જે રીતે હત્યાં કરી એ ફિલ્મની સ્ટોરીથી કંઈ કમ નથી

સુરતના રાંદેર વિસ્તારમાં રહેતા યુવકની દક્ષિણ આફ્રિકામાં ઘાતકી હત્યા કરવામાં આવી છે. મિત્રોએ જ ધંધાકીય અદાવતમાં યુવકને ચપ્પુના ઘા મારીને હત્યા કરી છે. અને પરિવાર પર આભ તૂટી પડ્યું છે. રાંદેરના અમી સોસાયટીમાં રહેતો સીરાજ પટેલ રોજી રોટીની શોધમાં આફ્રિકા ગયો. સીરાજે જોહનીસબર્ગમાં ત્યાં જ ભેગા થયેલા અને મૂળ ભરૂચ જિલ્લાના કાવી ગામના વતની એયાઝ ચિચી સાથે ધંધાકીય વ્યવહારો શરૂ કર્યા. ત્યારબાદ જંબુસરના રહેવાસી એયાઝ બાપુ અને માઝ ઇસ્માઇલ લેફટી સાથે પણ મિત્રતા થઈ.

સીરાજે એયાઝ સાથે એક દુકાન શરૂ કરી હતી. પરંતુ દુકાન નહીં ચાલતા બંધ કરી દેવામાં આવી હતી. અને દુકાના પૈસા આપવાના બાબતે મિત્રો વચ્ચે દુશ્મનીના બીજ રોપાયા હતા. જે બાદ પૈસાની ઉઘરાણી માટે સીરાજને બોલાવીને મૂળ ભરૂચના એવા બે શખ્સોએ તેની ચપ્પુના ઘા મારી હત્યા નિપજાવી હતી. સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ છે. તેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. જોકે હાલ તો રાંદેરમાં વસતા સીરાજના પરિવારની આંખ માથી આસુ અટકવાનું નામ લેતા નથી. અને આરોપીઓને સખત સજાની માંગ ઉઠી છે.

READ ALSO

Related posts

છત્રી-રેઈનકોટ તૈયાર રાખજો, આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદ પડશે

Mayur

સરકારી હોસ્પિટલમાં ઓપરેશન કરાવી કમલનાથે બેસાડ્યો દાખલો, શિવરાજે માર્યો ગજબ ટોણો

NIsha Patel

દેશમાં 12 રાજ્યોના ગવર્નરો બદલાશે, ગુજરાતમાં પણ ઓપી કોહલીના ભવિષ્યનો થશે ફેંસલો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!