GSTV
Home » News » સુરતના મહિલા કોર્પોરેટર કપિલા પટેલ આવ્યા એસીબીના સકંજામા, પતિ-પત્ની ફરાર

સુરતના મહિલા કોર્પોરેટર કપિલા પટેલ આવ્યા એસીબીના સકંજામા, પતિ-પત્ની ફરાર

સુરતના મહિલા કોર્પોરેટર કપિલા પટેલ એસીબીના સકંજામા આવ્યા છે. સુરત એ.સી.બીએ મહિલા કોંગ્રેસી કોર્પોરેટર કપિલા પટેલના વચેટિયા હિતેશ પટેલની ધરપકડ કરી હતી. કોર્પોરેટર વતી રૂપિયા 50 હજારની લાંચ સ્વીકારતા એસીબીના હાથે રંગેહાથ ઝડપાયો હતો. જ્યારે મહિલા કોંગી કોર્પોરેટર કપિલા પટેલ અને તેનો પતિ પલકેશ પટેલ ફરાર છે. ફરિયાદી પાસે રૂપિયા 1 લાખની લાંચ માંગી હતી. સુરત મનપા કમિશનરને ગેરકાયદે બાંધકામ અંગેની ફરિયાદ કરી હતી. સમાધાન પેટે 50 હજારની લાંચ માંગવામાં આવી હતી. કોર્પોરેટરના પતિ પલકેશ પટેલના કહેવા પર હિતેશ પટેલે લાંચ સ્વીકારી હતી. હાલ સુરત એસીબી દ્વારા મહિલા કોંગી કોર્પોરેટર કપિલા પટેલ અને તેના પતિના નિવાસસ્થાને તપાસ શરૂ કરવામા આવી છે.

READ ALSO

Related posts

ઈજાગ્રસ્ત ખેલાડીને લઈને IPL 2020માં આવ્યો નવો નિયમ

pratik shah

ઓમ બિરલાએ યુરોપિયન સંસદના અધ્યક્ષને ભારતે બનાવેલા કાયદાને સન્માન આપવાની કરી ટકોર

Nilesh Jethva

જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર આદિવાસી પંથકના વિદ્યાર્થીઓ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!