સુરતીઓનો અનોખો મોદી પ્રેમ: જન્મદિવસે એવી ગીફ્ટ આપશે કે વિશ્વ રેકોર્ડ નોંધાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન પર સુરતમાં વિશ્વની સૌથી લાંબી અને વજનદાર કેક કાપવામાં આવશે. એક બેકરી દ્વારા પીએમ મોદીના 68માં જન્મદિન પર શહેરના 6800 કિલોની 680 ફૂટ લાંબી કેક કાપવામાં આવશે જેને 68000 લોકો કેકની મજા માનશે.

17મી સેપ્ટમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 68 મો જન્મદિવસ છે. તેમના ચાહકો પોતપોતાની રીતે પીએમ મોદીના જન્મદિન ને ઉજવવા માટે તૈયારીઓમાં લાગી ગયા છે ત્યારે સુરતમાં આ દિવસે વિશ્વની સૌથી લાંબી અને વજનદાર કેક બનાવી કાપવામાં આવશે. સુરતની એક બેકરી 17મી સેપ્ટમ્બરના રોજ સાંજે 5 કલાકે  સુવર્ણ ભૂમિ પાર્ટી પ્લોટ પર વિશ્વની સૌથી લાંબી કેક કાપવામાં આવશે.

કેકમાં 225 કિલો વે-પ્રોટીન, 1150 કિલો કોકો પાવડર, 25 કિલો કેરમલ, 125 કિલો કેક જેલ, 1150 કિલો મેંદો, 1550 કિલો ખાંડ, 350 કિલો તેલ, 1675 કિલો ક્રીમનો ઉપયોગ કરવામાં આવશે. કેકને 16 ડિગ્રી ટેમ્પરેચરમાં બનાવમાં આવશે. જેમાં 20 શેફ અને 30 રિપોર્ટિંગ સ્ટાફ હશે.

બેકરીના સંચાલક નીતિન પટેલે જણાવ્યું છે કે, સમાજના લોકોમાં એકતા વધે તે માટે અલગ-અલગ સમાજના 680 લોકો કેક કાપશે. અને દરેક સમાજ એક છીએ એ સંદેશો લોકો સુધી પહોંચાડશે. લોક લાડીલા પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવશે વર્લ્ડ રેકોર્ડ બનશે.

 

 

 

 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter