GSTV
Home » News » સુરતનાં ટેક્સટાઈલ વેપારીનાં દિવસો આવ્યાં, ચૂંટણીને લઈને સાડીઓનો વેપાર 1,000 કરોડને પાર

સુરતનાં ટેક્સટાઈલ વેપારીનાં દિવસો આવ્યાં, ચૂંટણીને લઈને સાડીઓનો વેપાર 1,000 કરોડને પાર

નોટબંધી અને જીએસટીના જંજાળનો સામનો કરી રહેલા સુરતના ટેક્સટાઇલ્સ વેપારીઓને આ વખતની લોકસભાની ચૂંટણીનો ભરપૂર લાભ થવાની આશા છે. કારણ કે લોકસભાની ચૂંટણીને લઈ વિવિધ રાજ્યોમાંથી વેપારીઓને સાડીઓના મોટા ઓર્ડર મળી રહ્યા છે. જોઈએ આ અહેવાલમાં.

લોકસભાનું ચૂંટણી બ્યુગલ ફૂંકાતાની સાથે જ સુરતના ટેક્સટાઈલ વેપારીઓના ચહેરા પર ખુશીની ચમક જોવા મળી રહી છે. કારણ કે, લોકસભાની ચૂંટણી દરમ્યાન પાર્ટીના પ્રચાર-પ્રસારના સાહિત્યમાં ઉપયોગી કાપડ ભીવંડીથી મથુરા અને હૈદરાબાદ સુધી જાય છે. સુરતમાં પ્રિન્ટિંગ કોસ્ટ સસ્તું હોવાથી રાજકીય પાર્ટીના ઝંડા અને બેનર ખૂબ જ નજીવા ભાવે પાર્ટીના નેતાઓ ખરીદી કરી રહ્યા છે.

ચૂંટણીના આ માહોલમાં નેતાઓ પોતાના કાર્યકર્તા અને મતદાતાઓને ખુશ કરવા વચેટીયાઓ મારફતે સાડીઓના મોટા ઓર્ડર આપી રહ્યા છે. 100 રૂપિયાથી માંડી 200 રૂપિયા સુધીની સાડીની ખરીદી માટેનું સેન્ટર સુરતનું ટેક્સટાઇલ્સ ઉદ્યોગ છે. 100 રૂપિયા થી 150 રૂપિયા સુધીની સાડીઓમાં રોટો, દાણી, રેનિમલ મટીરીયલનો સમાવેશ થાય છે. જેની માંગ વધુ હોવાથી ઓર્ડર પણ મળી રહ્યા છે. જ્યારે 200 રૂપિયા સુધીની સાડીઓમાં 60 ગ્રામ સિફોન, પ્લેન, ટર્કી, વેડલેસ, રંગોળી સહિત એવન- ગ્રેડ વાળી સાડીઓની પણ ડિમાન્ડ આવી રહી છે. આ વખતની લોકસભાની ચૂંટણી પહેલા 1,000 કરોડનો વેપાર થવાની પુરેપરી આશા છે.

લોકસભાની ચૂંટણી નજીક છે. જેને લઈ સુરત ટેક્સટાઇલ્સ ઉદ્યોગના નાના વેપારીઓને પણ નાના- મોટા ઓર્ડરો મળી રહ્યા છે. નાના વેપારીઓને સામાન્ય રીતે 500થી 1000 હજારના સ્લોટમાં આ ઓર્ડર મળી રહ્યા છે. જ્યારે મોટા વેપારીઓને 5 હજારથી 10 હજારના સ્લોટમાં ઓર્ડર મળી રહ્યા છે. જેને લઈ વેપારીઓમાં પણ એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

હમણાં સુધી સુરત ટેક્સટાઇલ્સ ઉદ્યોગના વેપારીઓ નોટબંધી અને જીએસટીના કારણે મંદીની બુમરાણ મારી રહ્યા હતા. પરંતુ હાલ જે પ્રકારે વેપારીઓ જણાવી રહ્યા છે તે પરથી લાગી રહ્યું છે કે લોકસભાની ચૂંટણી ટેકસ્ટાઈલ્સ વેપારીઓ માટે મોટો ફાયદો કરાવનારી સાબિત થઈ શકે છે.

READ ALSO

Related posts

નેતાઓની જીભ લપસવાની મૌસમ: શિવરાજસિંહે સનદી અધિકારીઓને ધમકી આપતા કહ્યું, કાલે…

Nilesh Jethva

જાપાનમાં પ્રથમ વખત ભારતીયએ ચૂંટણી જીતી, રચ્યો ઈતિહાસ

Path Shah

ગાંધીનગર લોકસભા બેઠકનાં બાપુપુરા બૂથ પર બોગસ વોટીંગનો મામલો, ફેરમતદાનની માગ

Riyaz Parmar