સુરતના NRC કોઈન કૌભાંડમાં PIનો વીડિયો આવ્યો સામે

સુરતના ચકચારી NRC કોઇન કૌભાંડમાં આરોપી પીઆઇ લવ ડાભીના 4 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. તો PIનો એક વીડિયો પર સામે આવ્યો છે. અંદાજે 100 કરોડના NRC કોઇન કૌભાંડમાં આરોપી લવ ડાભીએ શનિવારે કૌભાંડના 150 દિવસ બાદ શરણાગતિ સ્વીકાર્યા બાદ પોલીસે આરોપી PI લવ ડાભીને કોર્ટમાં રજૂ કરીને 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. જો કે કોર્ટે લવ ડાભીના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે આરોપી લવ ડાભીનો આ વીડિયો સામે આવ્યો છે. જેમાં તે તેના રોકાણકારો સાથે વાતચીત કરતો દેખાય છે. અને NRC કોઇનને વેચવાની ના પાડી રહ્યો છે.

હાલ તો આ વીડિયોના આધારે ક્રાઇમબ્રાંચ વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ કરાવશે. નોંધનીય છેકે એનસીઆર કોઇનના કૌભાંડ બાદ આરોપી પીઆઇ લવ ડાભી ફરાર થયા બાદ તેણે આગોતરા જામીન માટે સુપ્રીમ સુધી દોટ મૂકી હતી. જો કે સુપ્રીમમાંથી સરેન્ડર બાદ જામીન અરજીના નિર્દેશ મળ્યા બાદ અંતે પીઆઇ લવ ડાભીએ સરેન્ડર કર્યું છે ત્યારે તેમના રિમાન્ડમાં હજુ ઘણા ખુલાસાઓ થાય તેવી શકયતા છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter