GSTV
Home » News » સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ડિલિવરી બાદ સારવાર દરમિયાન માર માર્યાની ફરિયાદ

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ડિલિવરી બાદ સારવાર દરમિયાન માર માર્યાની ફરિયાદ

સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે. હોસ્પિટલના ડોકટર કૃપાલી દ્વારા રુચી તિવારી નામની પ્રસૂતાને લાફા ઝીંકી સર્જિકલ સાધન વડે ઇજા કરી હોવાના આરોપ મહિલા અને તેના પતિ દ્વારા કરવામાં આવ્યા છે. પ્રસૂતાને કાનના ભાગે ઇજા પહોંચતા આખરે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જો કે પ્રસૂતિ માટે આવેલી મહિલા દર્દી જોડે આટલી ગંભીર પ્રકારની ઘટના બનવા છતાં ખટોદરા પોલીસે ફક્ત મહિલા તબીબ સામે એન.સી.ફરિયાદ લઈ સંતોષ માન્યો છે.

જ્યારે મહિલા તબીબ સામે કાર્યવાહી કરવાના બદલે સિવિલ હોસ્પિટલનું પ્રશાસન આંખે પાટા બાંધી મૌન સેવી લીધું. જેને લઈ અનેક સવાલો ઉભા થયા છે. પ્રસૂતાના પતિ નિતેશ તીવારીના મૂજબ ડિલિવરી બાદ ટાંકા તૂટી જતા પત્નીને ફરીથી ઓપરેશન થિયેટરમાં લઇ જવામાં આવી હતી. જ્યાં ટાંકા લગાવતી વેળાએ દુખાવો ઉપડતા પત્નીએ ચીસો પાડી હતી. બાદમાં મહિલા તબીબે સર્જીકલ સાધન વડે પત્ની રુચિ કાને કાનના ભાગે માર મારી દેતા લોહી શરૂ થઈ ગયું હતું.

Related posts

RTOએ ધક્કો ખાતા પહેલા આ વાંચી લો, રવિવારે આટલી જ કામગીરી થઈ રહી છે

Mayur

રવિવારની રજામાં પણ RTO ખાતે વાહનચાલકોનું કિડીયારું ઉમટ્યું, કુંભમેળા જેવા દ્રશ્યો

Mayur

લુણાવાડાની બેઠક સંગીત ખુરશી જેવી છે, ક્યારે કોને તક મળી જાય ખબર નથી પડતી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!