સુરતનાં આ ડૉક્ટરને જોઈને વિશ્વાસ ઉઠી જશે, કમાવાની લાલસામાં કેન્સર નથી એમ કહીને ખિસ્સાં ભર્યા

સુરતના લાલદરવાજામાં આવેલા તબીબ કૃણાલ પટેલ સામે બેદરકારીનો ગુનો નોંધાયો છે. ફરિયાદીના દાઢના દુઃખાવાની સારવાર દરમિયાન સેમ્પલ લીધા તેમજ તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલ્યા હતા. આ સેમ્પલના રિપોર્ટમાં દર્દીને કેન્સર હોવાનું સામે આવ્યુ હતુ. પરંતુ તબીબે કેન્સરની બિમારી છુપાવીને ફરિયાદીના રિપોર્ટમાં કેન્સર નથી તેમ કહીને સારવાર ચાલુ રાખી હતી. તબીબે કેન્સર બિમારી વધીને છેલ્લા સ્ટેજ પર જતા જિંદગી તેમજ શારીરિક સલામતી જોખમમાં મુકી હતી. જેને લઈને તબીબ સામે બેદરકારીનો ગુનો નોંધાયો છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter