GSTV

સુરતમાં સૌથી નાની ઉંમરે પાસપોર્ટ, રેશનકાર્ડ અને આધારકાર્ડ કાઢવાનો બન્યો વર્લ્ડ રેકોર્ડ, ઉંમર છે કલાકોમાં

સુરતના વરાછા વિસ્તારમાં નવજાત બાળકીના જન્મ થવાના 2 કલાકમાં પાસપોર્ટ, રેશનકાર્ડ અને આધારકાર્ડ કાઢવામાં આવ્યું. જે અત્યાર સુધીમાં વર્લ્ડ રેકોર્ડ બન્યો છે. માતા પિતાએ બાળકીને ઉપહાર સ્વરૂપે ડિજિટલ ઇન્ડિયાના કોન્સેપ્ટથી આ ડોક્યુમેન્ટ ભેટ આપ્યા છે.

સુરતના નાકરાણી પરિવારને ત્યાં 12 તારીખે સવારે 10: 30 વાગે દિકરીનો જન્મ થયો. જેનું નામ નાભ્યા રખાયુ.નાભ્યોના જન્મની સાથે જ જાણે એક રેકોર્ડ બન્યો જેમાં નાભ્યાના જન્મના માત્ર 2 કલાકમાં જ પાસપોર્ટ,આધારકાર્ડ અને રેશન કાર્ડ તૈયાર કરાયું હતું. નાભ્યાના આ ડોક્યૂમેન્ટસ તૈયાર કરવા માટે ઓનલાઈન સબમિશન કરાયુ હતું.

સામાન્ય રીતે બાળકના જન્મની સાથે જ આટલા બધા દસ્તાવેજો મેળવવા મુશ્કેલ હોય છે. ત્યારે નાભ્યાના પિતાએ નાભ્યાના જન્મના પાંચ મિનિટમાં જ પાસપોર્ટ માટે ઓનલાઈન અરજી કરાઇ હતી 10 મિનિટમાં જ વરાછા ઝોનમાંથી બર્થ સર્ટિફિકેટ મેળવ્યુ હતું જે બાદ બે કલાકમાં મહત્વના ઓળખ પુરાવાઓ મેળવાયા હતા જે બાદ અંકિત નાકરાણી હોસ્પિટલના તમામ કાગળો લઈ વરાછા ઝોન પોહચ્યા હતા. ઝોનમાં એક કાગળ ખૂટતા વોટ્સ – અપ નંબર પર હોસ્પિટલના પ્રમાણપત્રની કોપી મંગાવીને તે કોપીના ફોટાના આધારે જ પાલિકા કર્મીએ બર્થ સર્ટી ઇસ્યુ કર્યું.

જે બાદ નાભ્યાના આધારકાર્ડ માટે જરૂરી આઈ – સ્કેન માટે નાભ્યાને જગાડીને આધારકાર્ડ તૈયાર કર્યુ હતું. જેમાં આઈ સ્કેનમાં બાળકી આંખ નહીં ખોલતા અધિકારીઓએ અર્ધો કલાક રાહ પણ જોઈ હતી. જ્યારે પાસપોર્ટમાં ઓનલાઇન અરજી થકી તાત્કાલીક ધોરણે નાભ્યાનો પાસપોર્ટ ઓનલાઇન જ ઇશ્યૂ કરાયો હતો. જે તમામ ડોક્યૂમેન્ટ સુરત મેયરના હસ્તે અપાયા હતા..આમ નાભ્યાના જન્મ સાથેની આ સિદ્ધી અત્યારસુધીમાં કોઇ પરિવારે હાંસલ નથી કરી તે એક હકિકત છે.

READ ALSO

Related posts

GO CORONA GO / કોરોનાને ભગાડવા માટે સાધૂ મહારાજે કર્યો અન્નનો ત્યાગ, માથા પર ઉગાડી દીધા જ્વારા

Pravin Makwana

લવ જેહાદ વિરુદ્ધ કાયદાને લઈને અસદુદ્દીન ઓવૈસી અને ગીરીરાજસિંહ આમને સામને

Nilesh Jethva

ITની રડાર પર કોંગ્રેસ હેડક્વાર્ટર/ 106 કરોડ રૂપિયાનાં બિનહિસાબી રોકડનાં વિતરણનો ઘટસ્ફોટ, સોનિયા ગાંધી પાસે માગ્યો જવાબ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!