GSTV
Home » News » ધો-10માં 82 ટકા સાથે પાસ થનારી સુરતની ક્રિમા હવે પરમાત્માની પરીક્ષામાં પાસ થવા જઇ રહી છે

ધો-10માં 82 ટકા સાથે પાસ થનારી સુરતની ક્રિમા હવે પરમાત્માની પરીક્ષામાં પાસ થવા જઇ રહી છે

સુરતના કૈલાશ જૈન સંઘમાં રહેતી 16 વર્ષીય ક્રિમાએ સંસારના તમામ સુખોને ત્યાગી સાધુ જીવન જીવવાનો નિશ્ચય કર્યો છે. ધોરણ 10માં 82 ટકા સાથે પાસ થનારી ક્રિમા હવે પરમાત્માની પરીક્ષામાં પાસ થવા જઇ રહી છે. ક્રિમા ધોરણ દસની પરીક્ષા પાસ થયા બાદ સાગર સમુદાયના બંદુ બેલડી સાથે વેકેશનમાં મુંબઈ વિહાર માટે ગઈ હતી.જ્યાં સમયનો રંગ એટલો પાકો લાગ્યો કે 19 મેના રોજ દીક્ષા લેવાનું નક્કી કરવામાં આવ્યું છે.

સાગર સમુદાયના બંદુબેલડી આચાર્ય જીન ચંદ્રસાગર સૂરિની નિશ્રામા કૈલાશ નગર જૈન સંઘમાં 19 મેના રોજ ક્રિમા દિક્ષા લેશે. માતા પિતાના સંતાનમાં બે દીકરીઓ જ છે. તેમાં મોટી દીકરી પ્રીમાંએ પંદર વર્ષની ઉંમરે ચાર વર્ષ પહેલા દીક્ષા લીધી હતી. જ્યાં હવે 16 વર્ષની ઉંમરે નાની દીકરી દીક્ષા લઇ રહી છે.

જેને લઈ પરિવારમાં પણ આનંદ છે. ક્રીમાં દસમાની પરીક્ષા આપી ગુરુભગવંતોના વિહારમાં ગત વર્ષે જોડાઈ હતી.ચાર મહિનાના વેકેશન પછી રીઝલ્ટમાં તેના બોર્ડમાં 82 ટકા આવ્યા છે. પરંતુ ત્યાં સુધીમાં તેને સંયમનો રંગ ચડી ગયો છે. ક્રિમાએ દિક્ષા લેવાનું કહેતા પરિવારના લોકોએ પણ દીક્ષા અંગે સહમતી આપી હતી.

READ ALSO

Related posts

ભાવનગર: જેસરના કરજાળા ગામે નિંદ્રાધિન વૃદ્ધા પર દીપડાનો હુમલો

Bansari

PSI દેવેન્દ્રસિંહ રાઠોડનાં આપઘાત મામલે પત્ની ન્યાયની માંગણી સાથે સચિવાલય પહોંચી

Mansi Patel

રણવીરની આ હીરોઈને કર્યો ખુલાસો, ઓડિશન વખતે અજનબી વ્યક્તિ સાથે આપતા હતા આવા સીન

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!