પોલીસ ફોર્સમાં ભરતી થવા ફિઝીક્લ ટ્રેનીંગ દરમિયાન ટ્રેનર સાથે થયેલા પ્રેમસંબંધ બાદ પરિવારની મરજી વિરૂધ્ધ લગ્નનો ઇન્કાર કરનાર અમરોલી વિસ્તારની યુવતીને ગળું કાપી નાંખવાની અને માતા-પિતાને મારી નાંખવાની ધમકી આપનાર ફિઝીક્લ ટ્રેનર વિરૂધ્ધ અમરોલી પોલીસમાં ફરીયાદ નોંધાય છે.

અમરોલી-છાપરાભાઠા રોડ વિસ્તારમાં રહેતી મૂળ બોટાદ જિલ્લાની યુવતી જાનકી (ઉ.વ. 22 નામ બદલ્યું છે) હાલમાં કન્સ્ટ્રક્શન કંપનીમાં માર્કેટીંગ સેલ્સ એક્ઝીક્યુટીવ તરીકે નોકરી કરે છે. બે વર્ષ અગાઉ જાનકીએ પોલીસ ફોર્સમાં ભરતી થવાની તૈયારી શરૂ કરી હતી. ફીઝીક્લ ટ્રેનીંગ માટે ટ્રેનર રાહુલ અરૂણ પવારનો કોન્ટેક કર્યો હતો અને કતારગામના ગજેરા લેકગાર્ડનની બાજુમાં એસએમસી ગ્રાઉન્ડમાં ટ્રેનીંગ માટે જતી હતી. તે દરમિયાન રાહુલ સાથે મિત્રતા થયા બાદ બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો.

જાનકી અને રાહુલ પ્રેમલગ્ન કરવા ઇચ્છતા
જાનકી અને રાહુલ પ્રેમલગ્ન કરવા ઇચ્છતા હતા પરંતુ બંનેના સમાજ અલગ હોવાથી જાનકીના પરિવારે લગ્નનો ઇન્કાર કર્યો હતો. માતા-પિતાની મરજી વિરૂધ્ધ જાનકીએ લગ્નનો ઇન્કાર કરતા રાહુલે ધાક-ધમકી આપવાનું શરૂ કર્યુ હતું. રાહુલે વારંવાર કોલ કરી ગાળાગાળી કરવા ઉપરાંત ચાર દિવસ અગાઉ ધમકી આપતા કહ્યું હતું કે તું મારી સાથે સંબંધ નહીં રાખે તો હું તારૂ ગળું કાપી નાંખીશ અને તારા માતા-પિતાને પણ મારી નાંખીશ. ઉલ્લેખનીય છે કે એક તરફી પ્રેમમાં પાગલ ફેનીલે ગ્રીષ્મા વેકરીયાનું જાહેરમાં ગળું કાપી નાંખી હત્યા કરી હોવાથી આવી જ હિચકારી ઘટનાને રાહુલ અંજામ આપે તો વિચાર માત્રથી જાનકી અને તેનો પરિવાર ભયભીત થઇ ગયો હતો અને રાહુલ વિરૂધ્ધ અમરોલી પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી
READ ALSO
- જમ્મુ કાશ્મીરમાં વિદેશી મૂડી રોકાણ વધ્યું, રેકોર્ડ તોડ દોઢ કરોડથી વધુ પ્રવાસીઓએ લીધી મુલાકાત
- અમદાવાદમાં પૂર્વ અને પશ્ચિમના ઘણા વિસ્તારોમાં અનુભવાયા ભૂકંપના આંચકા, લોકો ઘર બહાર દોડી આવ્યાં
- SCOની બેઠકમાં ખોટો નકશો લઈને આવ્યું પાકિસ્તાન, ભારતે કહ્યું ‘નકશો સુધારો, નહીં તો દૂર રહો’
- તૂટેલા દાંતવાળી કોમેડી સર્કસની નાનકડી ગંગુબાઇ યાદ છે ? ફોટો જોઇને ઓળખી પણ શકશો નહી
- લંડનમાં ખાલિસ્તાનના વિરોધમાં હજારો ભારતીયો તિરંગો લઈને ભારતીય દૂતાવાસ બહાર ઉમટી પડ્યાં, બ્રિટિશ પોલીસકર્મીઓએ પણ ‘જય હો’ પર કર્યો ડાન્સ