GSTV
Surat Trending ગુજરાત

રોલમોડેલ/ પહેલાં વોટ બાદમાં કામ : કચરો વીણનાર મહિલા પણ જાણે છે મહત્વ, અનેક શિક્ષિત મતદારો નથી કરતા મતદાન

મહિલા

મહાનગરપાલિકા સહિતની ચૂંટણીઓમાં અનેક શિક્ષિત મતદારો મતદાન નથી કરતા. મતદાન પ્રત્યે ઉદાસીન રહેતા આવા મતદારો માટે સુરતની એક અભણ મહિલા ઉદાહરણરૂપ બની ગઈ છે. કચરો વીણી જીવન ગુજારતી આ મહિલાએ પહેલા મતદાન કર્યા બાદ પોતાનું કામ પણ શરૂ કરી દીધું હતુ.

મતદાન જાગૃતિ માટે રોલમોડેલ બની શકે એમ છે આ મહિલા

સુરતના રાંદેર ઝોન વિસ્તારમાં શીતલ ચાર રસ્તા નજીક રહેતા સીતાબેન વસાવા મતદાન જાગૃતિ માટે રોલમોડેલ બની શકે એમ છે. એકપણ ચૂંટણી એવી નથી કે જેમાં તેઓએ મતદાન કર્યું નથી. કચરો વીણીને પોતાની સાથે રહેતા પણ અનાથ બાળકોનું ગુજરાન કરતા સીતાબેન શીતલ નજીકની વસાહતમાં રહે છે. વહેલી સવારે મંદિરમાં પૂજા કર્યા બાદ કચરો વીણવાનું કામ કરે છે.

પોતાનું કામ કર્યા પહેલા વહેલી સવારે સાત વાગ્યે તેઓ પહેલું મતદાન કરી આવ્યા

જો તેઓ કચરો ના ઉપાડે તો તેમનું જીવન નિર્વાહ મુશ્કેલ બને તેમ છે. તેમ છતાં આજે પોતાનું કામ કર્યા પહેલા વહેલી સવારે સાત વાગ્યે તેઓ પહેલું મતદાન કરી આવ્યા છે.

આટલું નહીં પરંતુ આ અભણ મહિલા કચરો વીણતા અન્ય લોકોને પૂછે છે તમે મતદાન કરી આવ્યા? જો મતદાન નહીં કર્યો હોય તો મતદાન કરી આવો હું મતદાન કરી આવી છું. સુરતમાં અનેક શિક્ષિત મતદારો એવા છે જેઓ મતદાનથી દૂર રહે છે. પરંતુ કચરો ઉપાડતી મહિલા કોઈ પણ જાતના સ્વાર્થ વિના દરેક ચૂંટણીમાં મતદાન અવશ્ય કરે છે. તેવા મતદારો માટે આ મહિલા એક તમાચા સમાન છે.

Read Also

Related posts

સાઉથની વધુ એક ફિલ્મનો બોક્સ ઓફિસ પર તરખાટ, ‘પોન્નિયિન સેલ્વન’નુ બે દિવસનુ કલેક્શન 150 કરોડ

GSTV Web Desk

Ind Vs SA / ભારતે બીજી મેચમાં પણ આફ્રિકાને ચટાડી ધૂળ, ટી-20 સીરીઝ પર જમાવ્યો કબ્જો

Hardik Hingu

ભાવનગર / ચોરીના કેસમાં બે સોની વેપારી સહીત 8 આરોપીઓને 10 વર્ષની કેદની સજા

Hemal Vegda
GSTV