વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગ સુરત ડાયમંડ બુર્સમાં આવતીકાલથી વેપાર ધંધાની શરૂઆત થશે.દશેરાના શુભ દિવસે સુરત ડાયમંડ બુર્સમાં 983 ઓફિસોમાં કુંભ ઘડાનું સ્થાપન થયા બાદ 21મી નવેમ્બરને મંગળવારના શુભદિવસથી 135 વેપારીઓ દ્વારા વિધિવત રીતે ડાયમંડ વેપારના શ્રીગણેશ કરવામાં આવશે.
સુરત ડ્રિમસિટી ખાતે સાકાર થયેલ સુરત ડાયમંડ બુર્સ એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રિમ પ્રોજેક્ટ છે. વિશ્વના હીરા વેપારીઓની સુરત ડાયમંડ બુર્સ પર નજર છે. ત્યાર હવે સુરત ડાયમંડ બુર્સમાં વિવિધત રીતે વેપાર થવાની શરૂઆત થશે. ભવ્યાતિભવ્ય રીતે તૈયાર કરવામાં આવેલા આ આઈકોનિક સુરત ડાયમંડ બુર્સમાં 21મી નવેમ્બરથી 135 હીરા વેપારીઓ દ્વારા ડાયમંડના વેપારના શ્રીગણેશ કરવામાં આવશે.
135 વેપારીઓ પૈકી 26 ડાયમંડ વેપારીઓ મુંબઈથી સુરતમાં કાયમી શિફ્ટ થશે. સુરત ડાયમંડ બુર્સમાં વેપાર શરૂ થાય તે પહેલા 20મી નવેમ્બરના રોજ એસબીઆઈ દ્વારા ડાયમંડ બુર્સની અંદર બેન્કનું ઉદ્દઘાટન કરી કામગીરી શરૂ કરવામાં આવી હતી.
સુરત ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભ લખાણી, પ્રમુખ નાગજી સાકરિયા અને મિડિયા કમિટીના કન્વિનર દિનેશ નાવડિયાએ કહ્યું હતું કે, સુરત ડાયમં બુર્સની શરૂઆત થવા થઈ રહી છે, હીરા સહિત અન્ય વેપાર સાથે જોડાયેલા લોકોમાં પણ સુરત ડાયમંડ બુર્સ શરૂ થાય તેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે, હવે લોકોની આતુરતાનો અંત થશે.
21મી નવેમ્બરને મંગળવારના રોજ સુરત ડાયમંડ બુર્સમાં વિધિવત રીતે વેપારની શરૂઆત થશે. ત્યાર બાદ 17મી ડિસેમ્બરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ડાયમંડ બુર્સનું ઉદ્દઘાટન કરવામાં આવશે. દશેરાના દિવસે 983 ઓફિસોમાં કુંભઘડાનું સ્થાપન થયું હતું. ત્યાર બાદ છેલ્લાં 20 દિવસથી રોજ 20થી 25 ઓફિસોમાં કુંભઘડાનું સ્થાપન થઈ રહ્યું છે.’
- BREAKING : છત્તીસગઢમાં વિષ્ણુદેવને મુખ્યમંત્રી બનાવ્યા બાદ બે ડેપ્યુટી CMના નામની ચર્ચા
- ભારતીય સેના AI સંચાલિત શસ્ત્રોનો કરશે ઉપયોગ, સરહદ નજીક લડાઈમાં દુશ્મનનો કરશે નાશ
- અંકલેશ્વર / હાંસોટ-કોસંબા રોડ કાર નહેરમાં ખાબકી, કારમાં સવાર હતા પતિ-પત્ની
- સરપંચથી લઈને સીએમ સુધીની સફર: વિષ્ણુદેવ સાયને મળી છત્તીસગઢના નવા કેપ્ટન, જાણો તેમની રાજકીય જીવન વિશે…
- 2023માં પ્રથમ છ મહિનામાં જ 42,000 લોકોએ કેનેડા છોડ્યું, જાણો શું છે કારણ