GSTV

સુરતઃ જ્યારે પણ ચૂંટણી આવે એટલે સંગીતા પાટીલ આવું જરૂર બોલે છે

સુરત લીંબાયત ભાજપના મહિલા ધારાસભ્ય સંગીતા પાટીલે લીંબાયત વિસ્તારમાં ફરી અશાંતધારો લાગુ કરવાની રજૂઆત જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં મળેલી સંકલન બેઠકમાં કરી હતી. સંગીતા પાટીલે રજૂઆત કરી હતી કે લીંબાયત વિસ્તારની કેટલીક સોસાયટીના લોકો અસુરક્ષિત હોવાની લાગણી અનુભવી રહ્યા છે. અસામાજિક તત્વો દ્વારા સામાન્ય વર્ગના લોકો પાસેથી રૂપિયાના જોરે અને ધાકધમકી આપી જમીન અને મિલકત પડાવી લેવામાં આવી રહી છે. સંવેદનશીલ લીંબાયત વિસ્તારમાં અસામાજિક તત્વોના કારણે અલગ જ્ઞાતિના લોકો સ્થળાંતર કરી રહ્યા છે. ત્યારે આ રજૂઆતને લઇને વિપક્ષે જણાવ્યું છે કે ધારાસભ્ય માનસિક રીતે અસ્વસ્થ થઈ ગયા છે. લીંબાયતમાં ક્રાઇમગ્રાફ વધી ગયો છે તો તેને અંકુશમાં રાખવાની જવાબદારી ધારાસભ્યની છે. અશાંતધારો લાગુ કરવાથી ક્રાઈમ ઓછો થવાનો નથી.

Related posts

જો તમે આરોપી નથી, તો પણ શું પોલીસ તમારો મોબાઈલ ફોન કરી શકે છે જપ્ત?

Mansi Patel

BIG NEWS/ સ્કૂલ ફી મામલે સૌથી મોટો નિર્ણય, રૂપાણી સરકારે આટલા ટકા ફી કરી દીધી માફ, વાલીઓ માટે રાહતના સમાચાર

pratik shah

WhatsApp ચેટ લીકના કારણે ઉઠ્યો લોકોને વિશ્વાસ, આ એપ બની રહી છે યૂઝર્સની પ્રથમ પસંદ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!