GSTV

મતદારયાદી સુધારણા-૨૦૨૨ માટેનો કાર્યક્રમ જાહેર, સુરત જિલ્લા કલેક્ટરે જાહેર કર્યો એક્શન પ્લાન

Last Updated on October 28, 2021 by Pritesh Mehta

મતદારયાદી સુધારણા-૨૦૨૨ માટેનો કાર્યક્રમ જાહેર કરાયો. જે અંગેની માહિતી આપવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને સુરત જિલ્લા કલેકટર આયુષ ઓકના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં તા. ૫/૦૧/૨૦૨૨ના રોજ મતદાર યાદીની આખરી પ્રસિધ્ધિ કરવામાં આવશે તેમ જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું.

જિલ્લા કલેકટરે જણાવ્યું કે, મતદારોમાં નામ દાખલ, કમી કે વિગતોમાં સુધારા માટેના ઓનલાઈન માધ્યમો દ્વારા પણ કરી શકાશે. મતદારયાદીમાં નામ છે કે નહી તેની ચકાસણી કરવા અને નામ દાખલ, કમી અને સુધારાની નવી અરજીઓ કરી શકશે.

Voter helpline app મોબાઈલ એપ્લીકેશન પરથી મતદારયાદીમાં નામ છે કે, નહિ તેની ચકાસણી કરવા અને નામ દાખલ, કમી અને સુધારાની નવી અરજીઓ કરી શકાશે. હેલ્પલાઈન નંબર ૧૯૫૦ પરથી મતદારયાદી માટેની માહિતી મેળવી શકાશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજીસહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર,સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUSTREAD:

Related posts

યુનિયન બેન્ક છેતરપિંડી મામલો/ CBIની ટીમે રાજકોટ-ઉપલેટામાં પાડ્યા દરોડા, સર્ચમાં હાથ લાગ્યા મહત્વના દસ્તાવેજો

Pritesh Mehta

સુરતમાં યોજાયો વિક્રમી દીક્ષા મહોત્સવ / કુલ ૭૫ લોકોએ સાંસારિક જીવનનો કર્યો ત્યાગ, 14 લોકો કરોડોના આસામી

Pritesh Mehta

BU અને ફાયર સેફટી પર હાઇકોર્ટની કડકાઈ, કહ્યું: જરૂર પડે તો તે ઇમારતો તોડી પાડો, NOC વગરની ઇમારતો સીલ કરો

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!