GSTV

સુરતમાં કોરોના રેપિડ ટેસ્ટનું મસમોટું કૌભાંડ આવ્યું સામે, વધુ ટેસ્ટિંગ બતાવવા ધન્વંતરી આરોગ્ય રથના કર્મચારીઓનું કારસ્તાન

સુરતના મોટા વરાછા વિસ્તારમાં રેપીડ ટેસ્ટના નામે ચાલતા કૌભાંડનો સ્થાનિક નાગરિક અને આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. જ્યાં વધુ ટેસ્ટિંગ બતાવવા માટે માત્ર વ્યક્તિઓના નામ- સરનામા લઈ ટેસ્ટિંગ કર્યા વિના જ રિપોર્ટ નેગેટિવ બતાવી કિટનો ખોટી રીતે નાશ કરવામાં આવતો હોવાના આક્ષેપ થયા છે.

ટેસ્ટ

સુદામાં ચોક નજીક આવેલ સાઈ રેસિડેન્સી માં રહેતા રહીશોના નામે ખોટા રેપીડ ટેસ્ટ કરી કાગળ પર નેગેટિવ બતાવવામાં આવ્યા હોવાની હકીકત આરટીઆઇ એક્ટિવિસ્ટ તુષાર મેપાણીને જાણવા મળી હતી. જેથી તુષાર મેપાણીએ જાતે જઇ તપાસ કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો.

પાલિકાના ધન્વંતરી આરોગ્ય રથ પર ફરજ બજાવતા મેડિકલ સ્ટાફની આ લાલીયાવડી અને ગોબાચારી સામે આવતા ભારે હોબાળો મચી ગયો હતો. જો કે આ ઘટનાની ગંભીર નોંધ લઇને કમિશનરે  નર્સ સહિત સ્ટાફને ફરજ મોકૂફ કર્યા છે. મહત્વનું છેકે મોટાવરાછાના ધન્વંતરી આરોગ્ય રથ પરથી 16 જેટલા લોકોના બોગસ રિપોર્ટ મળી આવ્યા હતા.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

ઓછા ખર્ચમાં શરૂ કરો LED બલ્બની ફેક્ટરી, થશે ધૂમ કમાણી: પીએમ મોદી પણ કરી ચુક્યા છે આ બિઝનેસ આઇડિયાના વખાણ

Bansari

આશ્ચર્ય / મધથી પણ મીઠા હોય છે કાળા રંગના સફરજન, આટલા રૂપિયામાં મળે છે 1 સફરજન

Mansi Patel

ગજબ/ શું તમે પહેલા ક્યારેય જોયો છે આ કોબ્રા, વીડિયો જોઈને તમે પણ રહી જશો દંગ

Sejal Vibhani
Do NOT follow this link or you will be banned from the site!