GSTV

બાળકોને સાચવજો / ગટરમાં ફટાકડા ફોડવા છોકરાઓને ભારે પડ્યું, ઊંચી આગની જ્વાળા ભભૂકતા બાળકો દાઝ્યાં

Last Updated on October 28, 2021 by Dhruv Brahmbhatt

દિવાળી ટાણે જ માતા-પિતા માટે એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. સુરતના મોટા વરાછામાં આવેલી તુલસી દર્શન સોસાયટીમાં ડ્રેનેજમાંથી ઉત્પન્ન થતાં ગેસને લઈ ફટાકડા ફોડતી વખતે આગ પકડાઇ હતી. પાંચથી છ ફૂટ જેટલી આગની જ્વાળાઓ બહાર આવી હતી. આ આગની ઘટનામાં બાળકો સામાન્ય દાઝ્યા પણ હતાં. પરંતુ બાદમાં મકાન માલિકે પાણીનો છંટકાવ કરીને આગ પર કાબૂ મેળવ્યો હતો.

મહત્વનું છે કે, હવે દિવાળી નજીક આવી છે ત્યારે બાળકો ગમે તે રીતે ફટાકડા ફોડતા હોય છે જેમાં ઘણી વાર આગ લાગ્યાની ઘટનાઓ તેમજ દાઝ્યાની ઘટનાઓ સામે આવતી હોય છે. આવી સ્થિતિમાં માતા-પિતાએ પોતાના બાળકોને સાચવીને રાખવા જોઇએ. બાળકોના જીવને જોખમ ન થાય તે માટેની પૂર્વ તૈયારીઓ કરી લેવી જોઇએ. તેમજ પોતાનું બાળક કઇ રીતે ફટાકડા ફોડે છે તેની પર પણ વાલીઓએ ધ્યાન આપવું જોઇએ. આ સાથે જ કોઇ મોટી દુર્ઘટના ન ઘટે તેની પણ કાળજી રાખવી જોઇએ.

કોઇ જાનહાનિ થઇ હોત તો જવાબદાર કોણ ગણાત

હાલમાં સુરતના વરાછાની આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે કે જે સૌ કોઇ વાલીઓ માટે એક લાલબત્તી સમાન કિસ્સો છે. આ વીડિયો જોઇને તમને પણ તમારા બાળકની ચિંતા થવા લાગશે. જો કે સદનસીબે આ ઘટનામાં કોઇ પણ પ્રકારની જાનહાનિ નથી થઇ પરંતુ માની લો કે કોઇ જાનહાનિ થઇ હોત તો જવાબદાર કોણ ગણાત. બાળક કે માતા-પિતા.

READ ALSO :

Related posts

મોટા સમાચાર / અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલ પર RBIનો સકંજો, બોર્ડને ભંગ કરી સત્તાઓ પોતાના હાથમાં લીધી

Zainul Ansari

Ind vs NZ Test / હાથમાંથી નિકળી ગઈ મેચ: છેલ્લી વિકેટ ના લઈ શક્યા ભારતીય બોલરો, કાનપુર ટેસ્ટ ડ્રો

Zainul Ansari

Big Breaking / ચોમાસુ સત્રમાં થયેલા હંગામાની શિયાળુ સત્રમાં કાર્યવાહી, પ્રિયંકા ચતુર્વેદી સહિત 12 રાજ્યસભા સાંસદ સસ્પેન્ડ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!