GSTV
Home » News » લોકો અભિનંદન જેવી મુછ રાખી રહ્યા છે, જર્સી પહેરી રહ્યા છે, પણ હવે જે વસ્તુ થઈ તે તો ગુજરાતી જ કરી શકે

લોકો અભિનંદન જેવી મુછ રાખી રહ્યા છે, જર્સી પહેરી રહ્યા છે, પણ હવે જે વસ્તુ થઈ તે તો ગુજરાતી જ કરી શકે

ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન પાકિસ્તાનથી સકુશળ પરત ફરતા દેશભરમાં ખુશીનો માહોલ છે. દેશભરના લોકો અભિનંદનને પોતાની રીતે અભિનંદન પાઠવી રહ્યા છે. તેમની બહાદુરીને સન્માન આપી રહ્યા છે. કોઈ તેમની માફક મુછો બનાવી રહ્યું છે, તો BCCIએ અભિનંદનના માનમાં જર્સી લોન્ચ કરી છે. તેમના નામ પર બોલિવુડના ડાયરેક્ટરો ફિલ્મ બનાવવા માટે લાઈનમાં લાગી ગયા છે. ટાઈટલ માટે પણ અત્યારથી જ ઘમાસાણ ચાલી રહ્યું છે.એ વચ્ચે ગુજરાતના સુરતમાં એક કાપડના વેપારીએ અભિનંદનની વિરતાને સાડીમાં કેદ કરી લીધી છે.

ભારતીય વિંગ કમાન્ડર અભિનંદનની વિરતાની તસવીર દર્શાવતી સાડીઓ હવે બનવા લાગી છે. અને તે પણ ગુજરાતમાં. પુરા દેશમાં અભિનંદનને લોકો પોત પોતાની રીતે આવકારી રહ્યા છે ત્યારે સુરતે પોતાના આગવા અંદાજથી કમાન્ડરને અભિનંદન આપવાનું નક્કી કર્યું છે.

સુરતના કપડા વેપારી મનીષ અગ્રવાલે અભિનંદનની વિરતા માટે પોતાના કાપડની દુકાનમાં બનનારી સાડીઓમાં અભિનંદનની સાડીને પ્રિન્ટ કરી છે. આ ડિઝાઈન સાડીમાં અભિનંદનની મુછ વાળી તસવીર દેખાઈ રહી છે. જણાવી દઈએ કે સુરતમાં ટેક્સટાઈલ, હિરા અને બાદમાં સાડી ઉદ્યોગ ખુબ જ ચાલે છે. એટલે સાડી બનાવવાનું તો ગુજરાતના સુરતમાં જ કોઈ વિચાર આવી શકે.

પુલવામાં આતંકી હુમલા બાદ ભારતીય એર ફોર્સે પાકિસ્તાનના બાલાકોટમાં ઘુસીને એર સ્ટ્રાઈક કરી હતી. જેની ચર્ચાઓ અને ખુશી વચ્ચે બીજા દિવસે અભિનંદનનું મિગ-21 પાકિસ્તાનમાં ક્રેશ થયું હતું. જે પછી તેને 59થી વધારે કલાક પાકિસ્તાનમાં પસાર કરવી પડી હતી.

અભિનંદન ક્યારે પરત આવે છે તેની સમગ્ર દેશ રાહ જોઈ રહ્યું હતું, પણ અભિનંદન મોડી રાતે પરત ફર્યો હતો. આ વચ્ચે અભિનંદન પરત ફરતા દેશભરમાં ખુશીનો માહોલ ફેલાઈ ગયો હતો. લોકો પોત પોતાની રીતે અભિનંદનને આવકારી રહ્યા હતા. ત્યારે અભિનંદનની સાડી હવે ટ્રેડ પણ ટ્રેડ માર્ક બની ગઈ છે. અદ્દલ તેની મુછોની માફક જ.

જણાવી દઈએ કે સુરતના મનીષ અગ્રવાલે અભિનંદનની સાડી પર પાકિસ્તાનના પ્લેન F-16 ને પણ પ્રિન્ટ કર્યું છે. કારણ કે અભિનંદને પાકિસ્તાનના આ પ્લેનને પોતાના પ્લેનથી ક્રેશ કરી દીધું હતું. સાથે જ ભારતીય સૈન્યના તોપોને પણ પ્રિન્ટ કરવામાં આવ્યા છે. જોકે આ પહેલા વિનોદ કુમાર જૈન નામના વ્યક્તિએ જે સુરતના જ છે તેમણે સર્જિકલ સ્ટ્રાઈકની સાડી તૈયાર કરી હતી. જેમાં આર્મી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ હતા.

READ ALSO

Related posts

તાપી જિલ્લાનાં આજિવાસી ગામડાઓમાં મતદાનનો બહિષ્કાર, મહિલાઓએ અધિકારીઓને ઘેરાવ કર્યો

Riyaz Parmar

જામનગર-દ્વારકામાં કોંગ્રેસને ફટકો, રૂપાલાની સભામાં કોંગ્રેસનાં નેતાએ કેશરિયા કર્યા

Riyaz Parmar

આ રાજનિતી છે કે રમકડું? સવારે કોંગ્રેસનો ખેસ પહેર્યો, સાંજે પાછા પોતાનાં જ ઘર ભાજપમાં પરત ફર્યા

Riyaz Parmar