GSTV

મેઘતાંડવ/ સુરતના ઉમરપાડામાં આભ ફાટ્યુ, બે કલાકમાં 11 ઇંચ વરસાદથી સર્વત્ર જળબંબાકાર

વરસાદ

ભારેથી અતિભારે વરસાદની આગાહી ના પગલે સુરત જિલ્લાના ચેરાપુજી ગણાતા ઉમરપાડા તાલુકામાં બપોરે 2 કલાકમાં જ આભ ફાટયુ હોઇ તેમ અધધધ 11 ઇંચ વરસાદ ઝીંકાતા પાણીની રેલમછેલ થઇ ગઇ હતી. માર્ગો, ખેતરો પાણીમાં ડૂબી ગયા હતા. માંગરોળ તાલુકામાં પણ ચાર કલાકમાં સાડા પાંચ ઇંચ વરસાદી પાણી પડયુ છે.

ફલંડ કંટ્રોલના પ્રવકતના જણાવ્યા મુજબ સપ્ટેમ્બર મહિનાની શરૃઆત સાથે જ મેઘરાજા શાંત થઇ ગયા હતા.ધોધમાર વરસાદના બદલે છુટોછવાયો વરસાદ નોંધાતો હતો. જો કે હવામાન વિભાગ દ્વારા 48 કલાકમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરાઇ હતી. જેમાં કેટલાક પોકેટમાં દેમાર વરસાદ વરસી શકે તેમ છે. આ આગાહી વચ્ચે આજે સુરત જિલ્લાના હવામાનમાં પલ્ટો આવ્યો હતો. વાદળછાયુ વાતાવરણ નોંધાયુ હતુ. બપોર સુધીમાં છુટોછવાયા વરસાદના ઝાપટા પડતા હતા.

પરંતુ બપોર પછી મેઘરાજા આક્રમક બન્યા હતા. જેમાં ઉમરપાડા તાલુકામાં બપોરે ૨ થી ૪ ના બે કલાકમાં જ મેઘરાજા આક્રમક બનીને વરસતા 11 ઇંચ વરસાદ ખાબકતા તાલુકો પાણીથી તરબોળ થઇ ગયો હતો. આ સિવાય માંગરોળ તાલુકામાં બપોરે 12 થી 4 વાગ્યા સુધીના ચાર કલાકમાં સાડા પાંચ ઇંચ વરસાદ નોંધાયો હતો. ઓલપાડ અને પલસાણા તાલુકાને બાદ કરતા બાકીના તાલુકામાં મેઘરાજા વરસ્યા હતા. સુરત શહેરમાં પણ વાદળીયા હવામાન વચ્ચે સામાન્ય વરસાદના ઝાપટા પડયા હતા.

મેઘરાજા

તાલુકો વરસાદ

ઉમરપાડા 11.00 ઇંચ

માંગરોળ 5.50 ઇંચ

બારડોલી 1.00 ઇંચ

મહુવા 0.75 ઇંચ

કામરેજ 0.07 ઇંચ

Read Also

Related posts

બદલાઈ જશે ચેક પેમેન્ટને લગતા આ નિયમો, RBI લાવવા જઈ રહ્યું છે આવી સિસ્ટમ

Arohi

કોરોના સંકટ વચ્ચે નોકરી છોડનારને આ આઇટી જાયન્ટ આપશે એડવાન્સ પગાર, શરતો લાગુ*

pratik shah

વડોદરા/ સિવિલ ડિફેન્સના એડિશનલ કલેક્ટરનું થયું શંકાસ્પદ મોત, માનસિક ત્રાસ મળતો હોવાની ચર્ચા ઉઠી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!