GSTV

વાલીઓ ચેતજો : સુરતમાં કોરોના સંક્રમણ વધતા તંત્ર સતર્ક, સ્કૂલોમાં આટલાં વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતા શાળા 7 દિવસ બંધ

students-corona-positive

Last Updated on December 8, 2021 by Dhruv Brahmbhatt

સુરતમાં કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતની બે શાળાના બે વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ નોંધાયા છે. અડાજણની સંસ્કાર ભારતી અને રાંદેરની રિવરડેલ સ્કૂલના બે વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ સતર્ક થઇ ગયું છે. શાળાને 7 દિવસ માટે બંધ કરાવવામાં આવી છે.

corona

પરિવારના અન્ય સભ્યોનો રિપોર્ટ પણ નેગેટિવ પણ….

સંસ્કાર ભારતી શાળાના ધોરણ-12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીના માતા-પિતા ફુલ વેક્સિનેટેડ છે. પરંતુ વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયા છે. જ્યારે રાંદેરની રિવરડેલ સ્કૂલમાં ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની પણ કોરોના સંક્રમિત થઈ છે. તેના પરિવારના અન્ય સભ્યોનો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે. વિદ્યાર્થીઓમાં કોરોના સંક્રમણ નોંધાતા જ તંત્રએ 120 ના કોરોના ટેસ્ટ કર્યા પરંતુ તે તમામ નેગેટિવ આવ્યાં છે. હવે વિદ્યાર્થીઓના ક્લાસના વિદ્યાર્થીઓનું પણ કોરોના ટેસ્ટિંગ કરવામાં આવશે.

કોરોના

ઉલ્લેખનીય છે કે, કોરોનાનું નવું વેરિઅન્ટ ઓમિક્રોનનો દેશ પર ખતરો તોળાઇ રહ્યો છે. ત્યારે કોરોનાના વધતા જતા કેસોએ વહીવટીતંત્રની મુશ્કેલીઓ વધારી દીધી છે. સુરતના અડાજણ વિસ્તારમાં એક જ પરિવારના પાંચ લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. સાંઇલીલા સોસાયટીમાં એક જ પરિવારના પાંચ લોકો સંક્રમિત થતાં વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું. આ સાથે પાલિકા દ્વારા સમગ્ર સોસાયટીને ક્લસ્ટર ઝોન તરીકે જાહેર કરવામાં આવી છે.

એક જ પરિવારના પાંચ સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ફફડાટ

સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની એક સ્કુલની શિક્ષિકા નો આખો પરિવાર કોરોનાની ઝપેટમાં આવ્યો છે. રાંદેર ઝોનમાં રહેતા અને લિંબાયત ઝોનમાં ફરજ બજાવતા શિક્ષિકા નો પરિવાર પોઝિટિવ આવતા પાલિકાએ આખી સોસાયટીને કલસ્ટર જાહેર કરી છે. એક જ પરિવારના સભ્યો પોઝિટિવ આવતા પાલિકાતંત્ર નું ટેન્શન વધી ગયું છે.

RTPCR

સુરત મહાનગરપાલિકાના ઝોનમાં આવેલા અડાજન ના લીલા રો હાઉસમાં રહેતા અને હું દરવાજા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા એક શિક્ષિકા નો આખો પરિવાર ને કોરોના પોઝિટિવ થયો છે. એક જ પરિવારના પાંચ સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા પાલિકા તંત્ર ચોંકી ઉઠયું છે. પાલિકા તંત્રે શિક્ષિકા જ્યાં રહે છે તે સાઇલીલા રોહાઉસ ને કલસ્ટર જાહેર કરી છે. જ્યારે તેઓ જા શિક્ષણ આપે છે તે સ્કૂલ માં પણ શિક્ષણ સમિતિએ તકેદારીના પગલાં પડ્યા છે. સ્કુલની શિક્ષિકા નો આખો પરિવાર પોઝિટિવ આવતા જાહેર જગ્યા પર હવે કોરોના નિયમનું ચુસ્ત પાલન થાય તે માટે પાલિકા તંત્રે કવાયત હાથ ધરી છે.

GSTV

READ ALSO :

Related posts

બીજી લહેર જેવાં દ્રશ્યો / ઉત્તરાયણ બાદ અમદાવાદ બન્યું કોરોના હોટસ્પોટ, ટેસ્ટિંગ માટે ડોમ પર લાગી લાંબી લાઇનો

Dhruv Brahmbhatt

હવે રાજકોટ પોલીસ બેડામાં કોરોનાએ એન્ટ્રી મારતા ફફડાટ, 40થી વધુ અધિકારી અને પોલીસકર્મીઓ પોઝિટિવ

Dhruv Brahmbhatt

બનાવ / સુરતનાં પલસાણાની મિલમાં વહેલી સવારમાં લાગી ભીષણ આગ, ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!