સુરત ટ્રાફિક ડીસીપી દ્વારા બહાર પાડવામાં આવેલ પ્રતિ ટીઆરબી દીઠ 20 હજાર ડિપોઝીટ પેટે જમા કરાવવા અંગેના પરિપત્ર સામે ટીઆરબી જવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ડિપોઝીટ જમા કરાવવા અંગે ટીઆરબી જવાનો પર અધિકારીઓ દબાણ બનાવતા હોવાના આક્ષેપ થયા છે. ત્યારે આજ રોજ આશરે 25 થી 30 જેટલા ટીઆરબી જવાનો સુરત કોંગ્રેસ નેતા અને સામાજિક આગેવાન કલ્પેશ બારોટને રજુવાત માટે પોહચ્યા હતા.
ટીઆરબી જવાનોએ જણાવ્યું હતું કે તેઓને વેતન ભથ્થા સાથે કુલ 7800 રૂપિયા આપવામાં આવે છે. પ્રતિદિવસ 300 ના પગાર સામે ચાર રજાઓ કાપવામાં આવે છે. જ્યાં ટ્રાફિક ડીસીપી દ્વારા બહાર પાડવામાં આવેલ પરિપત્ર મુજબ કઈ રીતે 20 હજાર જેટલી ડિપોઝીટ ભરવી તેની ચિંતા સૌ ટીઆરબી જવાનોને સતાવી રહી છે. આ અંગે કોંગ્રેસ નેતા અને સામાજિક આગેવાન કલ્પેશ બારોટે ટ્રાફિક ડીસીપી ના આ પરિપત્ર ને મનસ્વીપૂર્ણ ગણાવ્યો છે. જ્યાં ટીઆરબી જવાનોના હિતમાં કોઈ નિર્ણય નહીં આવે તો તમામ ટીઆરબી જવાનોને સાથે રાખી ગાંધીચીધ્યા માર્ગે હડતાળનું શસ્ત્ર ઉગામવવામાં આવશે.
READ ALSO
- ઈતિહાસ / સુભાષ ચંદ્ર બોઝે નહીં પરંતુ આ ક્રાંતિકારીએ આપ્યો હતો જયહિંદનો નારો, જાણો તેમના વિશે
- હર ઘર તિરંગા / તિરંગાના રંગમાં રંગાઈ ટીમ ઈન્ડિયા, ધોની બાદ રોહિત-કોહલી સહિતના ક્રિકેટરોએ પણ ડીપી બદલી
- Tiranga Dhokla Recipe: તિરંગા ઢોકળા સાથે આઝાદીની ઉજવણી કરો, જાણો તેની રેસીપી
- સુરત / મનપાએ વધાર્યો મિલકત વેરાનો ટાર્ગેટ, 2023માં 1700 કરોડની આવક થવાની શક્યતા
- Independence Day 2022 : સ્વતંત્રતા દિવસના મોકા પર ઘરે જરૂર ટ્રાય કરો આ Snacks