GSTV
Gujarat Government Advertisement

લુખ્ખી ધમકી/ તું પોલીસ છે ને તેરા ક્વાર્ટર કીધર હૈ ? ઉધર આકે ઠોકતા હું, 100 નંબર પર આવ્યો ફોન

Last Updated on June 10, 2021 by Zainul Ansari

સુરત શહેર પોલીસના કંટ્રોલરૃમના ઇમરજન્સી નંબર ૧૦૦ ઉપર મંગળવારે સવારે ફોન કરી એક વ્યક્તિએ ફોન એટેન્ડ કરનાર એએસઆઈને બિભત્સ ગાળો આપ્યા બાદ હિન્દી અને અધકચરી ગુજરાતી ભાષામાં ધમકી આપી હતી કે તું પોલીસ છે ને તેરા કવોટર કીધર હે ઉધર આકે ઠોકતા હું. આ શખ્સની ધરપકડ કરી લેવાઇ છે.

મંગળવારે સવારે ૯.૪૬ કલાકે એક અજાણ્યા વ્યક્તિએ મોબાઇલ દ્વારા પોલીસ કંટ્રોલના ઇમરજન્સી નંબર ૧૦૦ ઉપર કોલ કરી એટેન્ડ કરનાર એએસઆઈ કિરણભાઈએ બિભત્સ ગાળો આપી હતી. તેને ગાળો નહીં બોલવા કહેતા તે વ્યક્તિએ હિન્દી અને અધકચરી ગુજરાતી ભાષામાં ધમકી આપી હતી કે તું પોલીસ છે ને તેરા કવોટર કીધર હે ઉધર આકે ઠોકતા હું.

આ અંગે કન્ટ્રોલ રૃમના ઉચ્ચ અધિકારીનું ધ્યાન દોરતા મોબાઈલ નંબરના આધારે તપાસ ડિંડોલીનું લોકેશન મેળવી વાતચિતની ઓડિયો ક્લિપ સાથે ડિંડોલી પોલીસને જાણ કરાઇ હતી.

ડિંડોલીના હેડ કોન્સ્ટેબલ વિરભદ્રસિંહ ગજેન્દ્રસિંહએ બાદમાં અજાણ્યા મોબાઈલ નંબર ધારક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ડિંડોલી વિસ્તારના સુનીલકુમાર સચિત્ર સ્વાઇ (ઉ.૨૬, રહે, પ્લોટ નં.૧૨, હરીહરનગર, નવાગામ, ડીંડોલી, સુરત. મુળ રહે. ગામ પ્રતાપ, જી.ખોડધા, તા.ભાનપુર, ઓરીસ્સા) ની ધરપકડ કરી હતી. પુછપરછમાં ગત સવારે સુનિલે નશામાં હતો ત્યારે કંટ્રોલ રૃમમાં ૧૦૦ નંબર પર ફોન કરી ગાળો બોલી ધમકી આપી હોવાની કબૂલાત કરી હતી.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ખુશખબર/ DAની જાહેરાત પહેલાં આ સરકારી કર્મચારીઓ માટે આવ્યા આનંદના સમાચાર, મેડિક્લેમની મર્યાદા 5 ગણી વધી

Pritesh Mehta

કોરોના કાળમાં સરકારની કામગીરીથી લોકો નારાજ, વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપે તૈયારીઓ આરંભી: શું થશે ફેરફાર!

pratik shah

Healthy Tips / ડાયાબિટીસના દર્દીઓ જો આ પ્રકારે લંચ લેશે તો થશે અનેક ફાયદા, જાણો કઇ-કઇ ચીજો હોવી જરૂરી

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!