સુરતઃ વિમલના થેલામાં 85 લાખથી વધુની જૂની ચલણી નોટ લઈને જઈ રહ્યા હતા આ શખ્સો

સુરતમાંથી ફરી એક વખત જુની ચલણી નોટો ઝડપાઈ છે. રાંદેર વિસ્તારમાં એક કારમાંથી 3 કરોડ 85 લાખથી વધુની રદ કરાયેલી ચલણી નોટો મળી આવી છે. પાંચસો અને એક હજારના દરની રદ થયેલી ચલણી નોટ સાથે અમરોલીના વિશાલ બારડ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે પાંચસો રૂપિયાના દરની 67 હજાર 200 અને એક હજારના દરની 4 હજાર 900 જેટલી નોટો ઉપરાંત કારમાં રદ થયેલી ચલણી નોટ લઈ જવાતી હતી.

તે વૈભવી કાર પણ જપ્ત કરી છે. નોટબંધીને બે વર્ષ જેટલો સમય વીતી ગયા બાદ પણ કેટલાક શખ્સો દ્વારા કાળાને ધોળા કરવાનો ખેલ શરૂ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યો છે. ત્યારે પોલીસે વિશાલ બારડ કોના કહેવાથી રદ થયેલી નોટ સુરત લઈને આવ્યો હતો એ દિશામાં પોલીસ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત પોલીસે આવકવેરા અને EDને પણ જાણ કરી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter