સુરતઃ યુવતી સાઇકલ પર જઈ રહી હતી અને એક વ્યક્તિ ચપ્પુ સાથે આવ્યો, કરી નાખી હત્યા

સુરતના કડોદરામાં સાઈકલ સવાર યુવતીની અજાણ્યા શખ્સો દ્વારા ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી દેવાઇ. ખટોદરા પોલીસે લાશનો કબજો લઇ પોસ્ટ-મોર્ટમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી છે. ધોળા દિવસે બનેલી હત્યાની ઘટનાને પગલે પોલીસ હાલમાં આ ઘટના લૂંટના ઇરાદે બની હોવાની આશંકા વ્યકત કરી રહી છે. પરંતુ અહીં સવાલ એ થાય કે એક સાયકલ સવાર યુવતી પાસેથી એવી તો શું મોટી લૂંટ થઇ શકે કે તેની હત્યા કરી દેવાઇ. ત્યારે હાલ તો પોલીસે આ મામલે આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવવાના શરૂ કર્યા છે. અને આ યુવતીની ઓળખ અને તેની હત્યા કોણ કરી શકે તે દિશામાં તપાસ શરૂ કરી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter