GSTV

ચિંતાજનક સમાચાર / કોલસા અને કેમિકલના ભાવ વધતા સુરત ટેક્સટાઇટલ ઉદ્યોગ પર સંકટ, 13 લાખ કારીગરોને થશે અસર

Last Updated on September 21, 2021 by Zainul Ansari

સુરતના કાપડ ઉદ્યોગ સામે ફરી એક વખત સંકટ ઉભું થયું છે. કેમિકલ અને કોલસાના સતત વધી રહેલા ભાવોના પગલે 80થી 100 જેટલા પ્રોસેસર્સ હાઉસ બંધ થવાની કગાર પર છે. જો દિવાળી સુધીમાં પરિસ્થિતિ નહીં સુધરે તો 300થી વધુ પ્રોસેસર્સ હાઉસ સામે સૌથી મોટું સંકટ ઉભું થઈ શકે તેમ છે. જેના કારણે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ ઠકી રોજગારી મેળવતા અંદાજીત 13 લાખ જેટલા કારીગરો પર પણ તેની અસર પહોંચવાની ભીતિ સુરત ટેકસ્ટાઈલ્સ પ્રોસેસર્સ એસોસિયેશન દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

સુરતના કાપડ ઉદ્યોગના 43 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત કેમિકલ અને કોલસાના સતત વધતા ભાવોએ ઉદ્યોગોને બંધ કરવા સુધીની સ્થિતિએ લાવી મુક્યા છે. દેશ-દુનિયામાં ટેકસ્ટાઈલ્સ ઉદ્યોગ તરીકે જાણીતા સુરતના ઉદ્યોગોની સ્થિતિ કફોડી બની છે. કેમિકલ અને કોલસાના ભાવોમાં થઈ રહેલા સતત ભાવ વધારાના કારણે વેપારીઓની ચિતામાં વધારો થયો છે.

સુરતમાં અંદાજીત 350 જેટલા ટેકસ્ટાઈલ્સ પ્રોસેસર્સ હાઉસ આવેલ છે. જે પ્રોસેસર્સ હાઉસની હાલત હાલની સ્થિતિએ ખૂબ જ વિકટ બની છે. સુરતના ટેકસ્ટાઈલ્સ કાપડ ઉદ્યોગથી અંદાજીત 13 લાખ કારીગરો રોજગારી મેળવી રહ્યા છે. જો કે કેમિકલ અને કોલસાના ભાવોમાં થઈ રહેલા સતત ભાવ વધારાએ સૌ કોઈને ચિંતામાં મુકી દીધા છે.

બીજી તરફ ઇન્ટરનેશનલ માર્કેટમાં કોરોના બાદ કેમિકલના કન્ટેનરના ભાવો પણ વધ્યા છે. જે સામાન્ય રીતે 800 રૂપિયા ડોલરના ભાવમાં કેમિકલ મળતું હતું, તે 4800 રૂપિયા ડોલરમાં પણ મળી રહ્યું નથી. છેલ્લા દોઢ-બે મહિનામાં કેમિકલના ભાવમાં પણ ખૂબ જ મોટો વધારો થયો છે. કેમિકલ અને કલર માટેના 50 લાખના ધિરાણ સામે કોલસાના ભાવ વધતા ઉદ્યોગો આટલું મોટું ધીરાણ કરી શકે તેવી હાલ કોઈ પરિસ્થિતિમાં નથી.

હાલની સ્થિતિએ ઉદ્યોગો કમાણી કરી ધીરાણ કરવાની કોઈ ક્ષમતા પણ ધરાવતા નથી. જો આવી જ સ્થિતિ હજી બે મહિના સુધી રહી તો ટેકસ્ટાઈલ્સ પ્રોસેસર્સની હાલત ખૂબ ગંભીર થવાની છે. જેના કારણે કેટલાક પ્રોસેસર હાઉસ મિલો બંધ કરવાની પણ વાત કરી રહ્યા છે. સુરતમાં પ્રોસેસિંગ હાઉસમાં કામ કરતા ત્રણ લાખથી વધુ કારીગરો, ટેક્ષટાઈલ માર્કેટમાં પાંચથી છ લાખ કારીગરો અને કટીંગ તેમજ પેકિંગ સહિત અન્ય એકમો સાથે સંકળાયેલા 13 લાખ કારીગરો પર પણ તેની અસર થાય તેવી પરિસ્થિતિ હાલ ઉભી થઈ છે. જો દિવાળી સુધીમાં સુરતના ટેકસ્ટાઈલ્સ ઉદ્યોગોની પરિસ્થિતિ નહિ સુધરે તો સ્થિતિ અંદાજીત 100 જેટલા ઉદ્યોગોને તાળા લાગવાની નોબત આવી શકે છે.

Read Also

Related posts

પ્રિયંકા ગાંધીના કેન્દ્રને વેધક અને આકરા સવાલ, દેશના 97 ટકા પરિવારોની આવક મોદી સરકારના શાસનમાં ઘટી

pratik shah

જો વ્હોટ્સએપ ચેટ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્ટેડ છે તો બોલિવુડ ચેટ તમામ સમયે લીક કેમ થતી રહે છે?

pratik shah

BIG BREAKING: ઉત્તરાખંડના કુમાઉં મંડલમાં ફસાયા 700થી વધુ પર્યટકો, ઘણા ગામોનો સંપર્ક નૈનીતાલથી કપાયો! તંત્રની ટીમો તૈયાર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!