GSTV
Gujarat Government Advertisement

મેઘરાજાએ સંપૂર્ણ વિરામ લેતા અસહ્ય ગરમી-ઉકળાટથી સુરતવાસીઓ ત્રાહિમામ,તાપમાન 35.4 ડિગ્રી

ગરમી

Last Updated on September 7, 2020 by Bansari

સુરત શહેર-જિલ્લામાં મેઘરાજાએ રવિવારે સંપૂર્ણ વિરામ લેવાની સાથે જ આકાશ સુર્યદેવતાથી ઝગમગી ઉઠતા આખો દિવસ અસહ્ય ગરમી-ઉકળાટ અને બફારાથી લોકો ત્રાસી ઉઠયા હતા. સુરત શહેરનું તાપમાન 35.4 ડિગ્રી નોંધાયું હતું.ફલંડ કંટ્રોલના પ્રવકતાના જણાવ્યા મુજબ સપ્ટેમ્બર મહિનાની શરૃઆતથી જ મેઘરાજા આરામ ફરમાવી રહ્યા છે.

ગરમી-ઉકળાટથી લોકો તોબા પોકારી ઉઠ્યા

જેના કારણે સુરત જિલ્લામાં ખેડૂતોએ ખેતરોમાં જઇને ખેતીપાકની માવજત શરૃ કરી દીધી છે. ખેડૂતોએ ખાતર, દવાનો છટંકાવ શરૃ કરી દીધો છે. તો સુરત શહેરમાં અસહ્ય ગરમી અને ઉકળાટથી શહેરીજનો તોબા પોકારી ઉઠયા છે.

અમદાવાદ

સુરત શહેરમાં સપ્ટેમ્બર મહિનાની શરૃઆતમાં તાપમાન 30 ડિગ્રીની આજુબાજુ રહેતું હતું પરંતુ ફરીથી સૂર્યદેવતા પ્રગટ થતાં ગરમીના દિવસો શરૃ થયા છે. રવિવારે સુરત શહેરનું અધિકત્તમ તાપમાન 35.4 ડિગ્રી, લઘુત્તમ તાપમાન 27.8 ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 67 ટકા, હવાનું દબાણ 1004.4 મિલીબાર અને ઉત્તર-પશ્રિમ દિશામાંથી કલાકના 3 કિ.મીની ઝડપે પવન ફુંકાયા હતા.

Read Also

Gujarat Government Advertisement

Related posts

જનહિતલક્ષી નિર્ણય / રાજ્યના તમામ ધારાસભ્યોએ કોરોનાની સારવાર માટે ઓછામાં ઓછાં 50 લાખની ગ્રાન્ટ ફાળવવાની રહેશે

Dhruv Brahmbhatt

લંપટ ગુરૂ/ એક જ પરિવારની 3 સહિત 4 મહિલાઓ પર બળાત્કાર, આ કારણે આધ્યાત્મિક ગુરૂનો ભેદ ખૂલ્યો

Dhruv Brahmbhatt

ભરૂચ/ વેલ્ફેર કોવિડ હોસ્પિટલમાં આગનો મામલો, નિવૃત જસ્ટિસ ડી એ મહેતાના તપાસ પંચની રચના

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!