GSTV

સુરત ટેકસટાઇલ માર્કેટ શરૂ કરવા અંગે ફોસ્ટાના જ સભ્યોમાં જોવા મળ્યો મતભેદ

Last Updated on May 15, 2020 by

લોકડાઉનમાં વ્યાપક અસર પામેલા સુરતના ટેક્સટાઇલ માર્કેટને ખોલવાની મંજૂરી મળે તે માટે પત્ર લખાયો છે. જો કે ટેક્સટાઇલ માર્કેટ ખોલવા અંગે મતમતાંતર જોવા મળી રહ્યા છે.

  • સુરત ટેકસટાઇલ માર્કેટ શરૂ કરવા ફોસ્ટાની માંગ
  • ફોસ્ટાના જ સભ્યોમાં જોવા મળ્યો મતભેદ
  • લોકડાઉન ૪.૦માં ટેક્સટાઇલ માર્કેટને મળશે છૂટ ?

3-3 કલાક ખોલવા માટે પરવાનગી આપવામાં આવે તેવી માંગ

સુરતના કાપડ ઉદ્યોગ દ્વારા ચોથા લોકડાઉનમાં શહેરમાં આવેલી કાપડ માર્કેટ, ખોલવાની મંજૂરી તંત્ર પાસે માંગવામાં આવી છે. જે વિસ્તારમાં આ માર્કેટ આવી છે, તે લિંબાયત અને સેન્ટ્રલ ઝોનનો વિસ્તાર રેડ ઝોનમાં આવે છે. અહીં સૌથી વધુ કોરોનાના પોઝિટિવ કેસો નોંધાયા છે. ત્રીજુ લોકડાઉન પૂરું થવાની તૈયારી છે. નવા રંગરૂપ સાથેનું ચોથું લોકડાઉન આવવાનું છે, ત્યારે ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઈલ એસોસિએશન દ્વારા એક પત્ર લખવામાં આવ્યો છે. જેમાં શરતોને આધિન કાપડ બજાર અને કોરપોરેટ વિસ્તારની બેંકને 18-05-2020થી 3-3 કલાક ખોલવા માટે પરવાનગી આપવામાં આવે તેવી માંગ કરાઇ છે.

કેટલાક સભ્યો આ અંગે અલગ મત આપી રહ્યા છે

જો કે ફોસ્ટાના જ કેટલાક સભ્યો આ અંગે અલગ મત આપી રહ્યા છે. કેટલાક સભ્યોનું કહેવું છે કે હાલની કોરોનાની મહામારીને ધ્યાનમાં લઇને સરકાર અને તંત્ર ઉપર માર્કેટ ખોલવા બાબતે કોઈપણ પ્રકારનું દબાણ કરવું જોઈએ નહીં. 18મી મેથી નવા રંગરૂપ સાથે લોકડાઉન ચાર અમલમાં મુકાવવાનું છે. જોકે રેડઝોન વિસ્તારોમાં કડક અમલવારી યથાવત રહે તેવી ચર્ચા ચાલી રહી છે. ફેડરેશન ઓફ સુરત ટેકસ્ટાઈલ્સ ટ્રેડર્સ એસોસિયેશનના મહામંત્રી તેમજ ડાયરેકટર બે અલગ અલગ નિવેદનો આપી રહ્યા છે..ત્યારે આવા સંજોગોમાં સુરતનું વહીવટી તંત્ર ઉદ્યોગોને લઈને શું નિર્ણય લે છે તે જરૂરોથી જોવું રહ્યું.

READ ALSO

Related posts

દિલ્હી મુલાકાત / મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત, બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે ‘ચાય પે ચર્ચા’

Zainul Ansari

2021ના અંત સુધીમાં ભારતને મળશે કુલ 35 રાફેલ, 2022માં સોલો ફાઇટર જેટ થશે સામેલ

Zainul Ansari

કામની વાત / DL, પાસપોર્ટ, આધારકાર્ડ અને પાનકાર્ડ મેળવવા હવે દલાલોની જરૂર નહી, સરકારે લીધું એક મોટું પગલું

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!