GSTV
Home » News » સુરત તક્ષશિલા આર્કેડ અગ્નિકાંડ : ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અન્ય ચાર શખ્સોની ધરપકડ

સુરત તક્ષશિલા આર્કેડ અગ્નિકાંડ : ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અન્ય ચાર શખ્સોની ધરપકડ


સુરતના તક્ષશિલા આર્કેડમાં થયેલા અગ્નિકાંડમાં વધુ ચાર શખ્સોની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. મહાનગરપાલિકામાં ફરજ બજાવતા બે અધિકારીઓ ,ડિજીવીસીએલના એક અધિકારી સહિત તક્ષશિલા આર્કેડના ભાગીદાર કમ બિલ્ડરની ધરપકડ કરવામાં આવી છે.

જોકે ઘટનામાં જવાબદાર અધિકારીઓને પોલીસ દ્વારા છાવરવામાં આવી રહ્યા હોય તેમ  ધરપકડ કરાયેલા આરોપીઓને મીડિયાના કેમેરાથી દૂર રાખવામાં આવ્યા હતા.

 આ અધિકારીઓ અને બિલ્ડર દ્વારા ઘટનામાં ગંભીર ગુનાહિત બેદરકારી આચરવામાં આવી હતી.ડીજીવીસીએલના ધારા-ધોરણો અને ઈમ્પેક્ટ ફી પ્રમાણે બિલ્ડીંગ જ ગેરકાયદે હોવાનું બહાર આવ્યું છે.

બીજી તરફ બાવીસ જેટલા વિધાર્થીઓનો જે ઘટનામાં ભોગ લેવાયો. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ ઘટનામા અગાઉ જવાબદાર ફાયર વિભાગના અધિકારીઓ સહિત બિલ્ડર, ભાગીદાર અને ટ્યુશન સંચાલક મળી કુલ પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી.

Read Also

Related posts

વડોદરામાં પ્રિયંકા ગાંધીની ધરપકડ મામલે યોગી આદીત્યનાથનું પોસ્ટર સળગાવી કોંગ્રેસનો વિરોધ

Kaushik Bavishi

દાહોદ નવજીવન આર્ટ્સ & કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓને એડમીશન ન મળતા તાળાબંધી

Nilesh Jethva

અમદાવાદનો સરદાર ચોક ખંડેર હાલતમાં, પ્રતિમા સામે જોવાનો નેતા પાસે નથી સમય

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!