સુરત સિટીમાં કોરોનાની સાથે સ્વાઈન ફુલના કેસમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. જેના લીધે નવી સિવિલ ખાતે અને સ્મીમેર હોસ્પિટલમાં અલગ વોર્ડ શરૃ કરાયો છે. સુરતમાં કોરોનાની કહેર યથાવત રહેવા પામી છે. આ સાથે સ્વાઇન ફુલ વકરી રહ્યો છે. સુરત સિટીમાં ગુરૃવાર સુધીમાં સ્વાઇન ફુલમાં કુલ ૩૭ દર્દી સંપડાયા છે.જેમાં સ્વાઇન ફુલમાં ત્રણ મોત થયા છે પણ પાલિકાના ચોપડે બે વ્યકિતના મોત થયા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે સ્વાઇન ફુલમાં વિવિધ હોસ્પિટલમાં ૧૦ દર્દીઓ સારવાર હેઠળ છે.

સિવિલના આર.એમ.ઓ ડો. કેતન નાયકે કહ્યુ કે દર્દીઓને તકલીફ નહી પડે તે માટે નવી સિવિલ ખાતે સ્ટેમસેલ બિલ્ડીંગમાં ગ્રાઉન્ડ ફલોર પર ૧૦ બેડનો સ્વાઇન ફુલનો વોર્ડ શરૃ કરવામાં આવ્યો છે. જોકે ત્યાં વેન્ટીલેટર, ઓકસીજન સહિતની જરૃરી તમામ વ્યેવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત પાલિકાની સ્મીમેર હોસ્પિટલમાં ત્રીજા માળે સ્વાઇન ફુલના દર્દીઓ માટે ૧૫ બેડનો અલગ વોર્ડ તમામ સુવિધા સાથે શરૃ કર્યો હોવાનું સ્મીમેરના અધિકારીએ કહ્યુ હતુ.
READ ALSO
- મફત શિક્ષણ, પીવાનું પાણી અને સ્વાસ્થ્ય સેવા ઉપલબ્ધ કરાવવી એ ફ્રી રેવડી નથી વેલ્ફેર સ્ટેટની જવાબદારી છે
- 28 ઓગસ્ટે તોડી પડાશે નોઈડાના વિવાદિત સુપરટેકના ટ્વિન ટાવર્સ, સુપ્રિમ કોર્ટે આપી લીલી ઝંડી
- માયાવતીની જેમ મમતા બેનરજી પણ મોદી સરકાર પ્રત્યે કૂણા પડવા લાગ્યા છે
- ગુજરાતમાં કેટલાંક ડેમમાંથી પાણી છોડવાની સંભાવના, પૂરની આપી ચેતાવણી, જાણો- તમારા શહેરની પરિસ્થિતી
- બિહારનું રાજકારણ/ પ્રધાનમંત્રી બનવા માટે દાઉદ સાથે હાથ મિલાવી શકે છે નીતિશ કુમાર, ભાજપના સાંસદે કર્યા આવા આકરા પ્રહાર