GSTV
Home » News » સુરતમાં એસટી કર્મચારીઓએ આક્રામક વિરોધ પ્રદર્શન કર્યું, કોઈ અર્ધનગ્ન થયા તો કોઈએ મુંડન કરાવ્યું

સુરતમાં એસટી કર્મચારીઓએ આક્રામક વિરોધ પ્રદર્શન કર્યું, કોઈ અર્ધનગ્ન થયા તો કોઈએ મુંડન કરાવ્યું

સુરત એસ.વિભાગના કર્મચારીઓએ સાતમા પગારપંચ સહિત પડતર માંગણીઓ સાથે સુરત ડેપો પર ઉગ્ર દેખાવો કર્યા. કર્મચારીઓએ રૂપાણી સરકાર અને નાયબ પ્રધાન નીતિન પટેલ સામે ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો. તેમણે અર્ધ નિર્વસ્ત્ર થઈ સરકારની નીતિ સામે પણ પોતાનો રોષ ઠાલવ્યો હતો. કર્મચારીઓની સાતમા પગારપંચ સહિત પડતર માંગણીઓ સરકાર નહીં સ્વીકારે તો આગામી દિવસોમાં વિધાનસભાનો ઘેરાવ કરવાની ચીમકી અપાઈ છે. સાથે ચૂંટણીનો પણ બહિષ્કાર કરવામાં આવશે.

સુરતના કર્મચારીઓએ મુંડન કર્યું

સુરતમાં એસ.ટી.બસના કર્મચારીઓની અચોક્કસ મુદ્દતની હડતાળ પર છે. ત્યારે એસ.ટી. ડેપો પર હડતાળમાં જોડાયેલા કર્મચારીઓએ મુંડન કરાવી સરકાર સામે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો. સરકારના ઉદાસીન વલણ સામે કર્મચારીઓએ મુંડન કરાવીને રોષ ઠાલવ્યો. સુરતમાં 45 હજારથી વધુ કર્મચારીઓ હડતાળમાં જોડાયા છે. અને 6 હજારથી વધુ એસ.ટી.બસના પૈડાં થંભી જતાં મુસાફરોને ભારે હાલાકીમાં પડી રહી છે.

ધારાસભ્યોનો પગાર વધે તો નિગમના કર્મચારીઓને કેમ અન્યાય

અમદાવાદમાં ગીતા મંદિર એસટી સ્ટેન્ડ પાસે પોલીસનો કાફલો તૈનાત કરી દેવાયો છે. એસટીના કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી જઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. કર્મચારીઓએ અર્ધનગ્ન અવસ્થામાં દેખાવ કરીને સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા. કર્મચારીઓએ કહ્યું કે જો સરકાર દેવુ કરી રહી છે છતાં ધારાસભ્યોના પગાર વધે છે તો નિગમના કર્મચારીઓને કેમ અન્યાય કરવામાં આવી રહ્યો છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ કાફલો ખડકી દેવાયો છે. મહત્વું છે કે સરકારે કહ્યું હતું કે નિગમ ખોટ કરી રહ્યું છે તેથી પગાર વધારાનો લાભ આપી ન શકાય.. ત્યારે કર્મચારીઓ સરકાર સામે સવાલ ઉઠાવ્યા.

READ ALSO

Related posts

હોલિવૂડના મહાનાયક અલ પચીનો આજે બર્થ ડે: ગૉડફાધરએ દુનિયાભરમાં તહલકો મચાવ્યો હતો

Bansari

BJPની વીઆઈપી સીટ: અજય રાય અને શાલીનીની એન્ટ્રીથી કેટલો ફાયદો થશે પીએમ મોદીને?

Bansari

પીએમ મોદીના ભાઈના ઘરની દિવાલ પર છે જવાહર લાલ નહેરૂની તસવીર, થયો મોટો ખુલાસો

Mansi Patel