GSTV
Gujarat Government Advertisement

અેસટી વિભાગે મુસાફરોને અાપી દિવાળી ભેટ, કરી મહત્વની જાહેરાત

Last Updated on October 4, 2018 by Karan

દિવાળીના વેકેશન દરમ્યાન લકઝરી બસ સંચાલકો દ્વારા મુસાફરો પાસેથી કરવામાં આવતી ઉઘાડી લૂંટ સામે સુરત એસટી નિયામક વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. દર વર્ષે દિવાળી વેકેશન દરમ્યાન સુરતથી ચારથી – પાંચ લાખની સંખ્યામાં સૌરાષ્ટ્રવાસીઓ માદરે વતન જવા ઉપડે છે. જ્યાં એસટી વિભાગે ભાડામાં ઘટાડો કરવાની સાથે વધુ પાંચસો બસો દોડાવાનો નિર્ણય કર્યો છે. જેને લઈ સુરત રહેતા રત્નકલાકારોને પણ મોટી રાહત મળી છે.

દિવાળી વેકેશનના દિવસો હવે નજીક છે. ત્યાં માદરે વતન જતા સૌરાષ્ટ્રવાસીઓનો દિવાળી વેકેશન દરમ્યાન ભારે ઘસારો જોવા મળતો હોય છે. જેનો પુરેપુરો લાભ ખાનગી લકઝરી બસ સંચાલકો હમણાં સુધી ઉઠાવતા હતા. જો કે લકઝરી બસ સંચાલકો દ્વારા ચલાવવામાં આવતી ઉઘાડી લૂંટ સામે એસ.ટી.એ મહત્વની જાહેરાત કરી છે. સુરત ડાયમંડ એસોસિયેશન દ્વારા પણ એસ.ટી.ભાડામાં ઘટાડો કરવાની માંગ કરવામાં આવી હતી.

પાંચસો બસો દોડાવવાની પણ જાહેરાત

જે તમામ બાબતોને ધ્યાનમાં રાખી એસ.ટી.નિયામકે ભાડામાં 1.65 ટકાના બદલે 1.25 ટકા ભાડું વસુલવા કરવાનો નિર્ણય કર્યો છે. આ સાથે દિવાળી વેકેશન દરમ્યાન મુસાફરોના ઘસારાને ધ્યાનમાં રાખી વધુ પાંચસો બસો દોડાવવાની પણ જાહેરાત કરી છે. દિવાળી વેકેશને ગુજરાતમાં સૌરાષ્ટ્ર, દાહોદ, પંચમહાલ, ઉત્તર ગુજરાત અને અમદાવાદના તમામ રૂટ પર પાંચસો જેટલી બસો દોડશે. જેનો પુરેપુરો લાભ સુરત રહેતા રત્નકલાકારોને મળી રહેશે. સુરત એસ.ટી. વિભાગ કુલ 16 રૂટ પર આ બસો દોડાવવા જઇ રહી છે. જેનો મુસાફરોને મોટો લાભ મળી રહેશે.

મોબાઈલ એપ્સ દ્વારા પણ મુસાફરો ટિકીટ બુકીંગ કરાવી શકશે

આ સિવાય ગ્રૂપ બુકીંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. બીજી તરફ જીએસઆરટીસીની વેબસાઈટ પરથી પણ મુસાફરો ટીકીટ બુકીંગ કરાવી શકે તેવી ગોઠવણ કરવામાં આવી છે. એસ.ટી.વિભાગે એક મોબાઈલ એપ્સ પણ બનાવી છે. જે મોબાઈલ એપ્સ દ્વારા પણ મુસાફરો ટિકીટ બુકીંગ કરાવી શકશે. દરમ્યાન માદરે વતન જવા માગતા સોસાયટીવાસીઓ માટે પણ બસ બુકીંગની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યાં એસ.ટી.ની બસ સોસાયટી સુધી જશે અને મુસાફરોને પિક – અપ પણ કરશે. આ સાથે ગ્રૂપ બુકીંગમાં પણ દસ ટકાનો લાભ આપવાનો નિર્ણય કર્યો છે. સુરત એસ.ટી.વિભાગની હાલ 25 જેટલી વોલ્વો બસ હાલ કાર્યરત છે. જ્યાં દિવાળી વેકેશન દરમ્યાન વધુ એક્સટ્રા બસો ફાળવવામાં આવશે. તેવી જાહેરાત નિયામક દ્વારા કરવામાં આવી છે.

Gujarat Government Advertisement

Related posts

સાવધાન/ પરિણીત પ્રેમિકાને મળવા ગયો અને પતિ આવી ગયો, પ્રેમીએ એવું કર્યું કે ભગવાનના ઘરે પહોંચી ગયો

Bansari

રૂપાણી સરકારમાં અહીં લોકો પાણી વિનાના : 100 ઈંચ પડતો વરસાદ પણ અહીં લોકો હાલમાં ઉતરી રહ્યાં છે 50 ફૂટ કૂવામાં

Damini Patel

મેઘરાજાની પ્રિમોન્સૂન તૈયારી શરુ: અરબી સમુદ્રમાં પાંચ દિવસમાં વાવાઝોડુ સર્જાશે, નજીકમાં જ આવી રહ્યુ છે ગુજરાતમાં ચોમાસુ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!