GSTV
Gujarat Government Advertisement

જોરદાર : એસટીના આ ડેપોને દિવાળી ફળી, એક દિવસની જ આવક 1.21 કરોડ રૂપિયા

Last Updated on October 26, 2019 by Mayur

આખા દેશમા દિવાળીની  ધામધૂમથી ઉજવણી કરવામા આવી રહી છે. ત્યારે સુરતમાં પણ દિવાળીના પર્વને લઇ તૈયારીઓ શરૂ થઇ ગઇ છે.  દરવર્ષે દિવાળી પર સુરત એસટી બસોમાં ઘસારો વધારે હોય છે. સુરતમાં વસતા સૌરાષ્ટ્રવાસી લોકો પોતાના વતન દિવાળીના પર્વની ઉજવણી માટે જતા હોય છે, ત્યારે  વખતે સુરત એસટી વિભાગે સૌરાષ્ટ્ર તરફ એકસ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કર્યુ છે.

દિવાળીના પહેલા જ દિવસે એસટી વિભાગને 50 લાખની આવક થઇ હતી. ત્યારે બીજા દિવસે આ આવક સીધી 1.21 કરોડને પાર થઇ ગઇ હતી. અત્યાર સુધી 85 હજારથી વધુ મુસાફરોએ એસટી બસની સુવિધા લીધી છે.  સુરતના એસ.ટી વિભાગને દિવાળી ફળી છે. બીજા દિવસે રૂ 1.23 કરોડની આવક થઈ હતી. તો 50 હજાર મુસાફરોએ એસટી બસનો લાભ લીધો હતો. તો પહેલા દિવસે 51 લાખની આવક થઈ હતી.

પહેલા દિવસે 428 ટ્રીપમાં 21106 મુસાફરોએ સેવાનો લાભ લીધો હતો. રોજેરોજ 450 થી વધુ ટ્રીપો સૌરાષ્ટ્ર તરફ મારવામાં આવી રહી છે. આ સાથે વેકેશન પૂરુ થતા જ એસટી દ્વારા સૌરાષ્ટ્રથી સુરત આવવા માટે પણ સુવિધા ઉભી કરવામા આવી છે. દર વર્ષે એસટીના મુસાફરોની સંખ્યા વધતી જઇ રહી છે.

જેનો સીધો ફાયદો એસટી વિભાગને થઇ રહ્યો છે. તહેવારોની સીઝનને ધ્યાનમાં રાખીને અમદાવાદ એસટી વિભાગ દ્વારા બસોની ફ્રિકવન્સીમાં વધારો કરાયો છે. 1500 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવાનો નિર્ણય લેવાયો છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં બસો દોડાવવામાં આવશે. તો આંતરરાજ્ય બસો પણ દોડાવવામાં આવશે. અમદાવાદથી શિરડી, નસિક, માઉન્ટ આબુ અને અન્ય સ્થળો પર એસટી બસો ચાલશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

રાજ્યવ્યાપી દરોડા: ગર્ભપાતની કીટનું ગેરકાયદેસર રીતે થઈ રહ્યુ હતું ઓનલાઈન વેચાણ, કરોડોનો માલ થયો જપ્ત

Pravin Makwana

ચીનમાં 1500 વર્ષથી એક પહાડી પર લટકતું છે આ મંદિર, જાણો તેની પાછળનું કારણ

Vishvesh Dave

1 જુલાઈથી બદલાશે ચેક બુક સંબંધિત આ નિયમો, તમારા ખિસ્સા પર પડશે તેની સીધી અસર

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!