GSTV

સુરત: એસટી અને લક્ઝરી બસોના સંચાલન પર લાગી બ્રેક, આ તારીખ સુધી નહીં દોડે બસો

એસ.ટી.

સુરતમાં કોરોના સંક્રમણના કેસો વધવાને કારણે રાજ્ય સરકાર દ્વારા એસટી બસોના અને લકઝરી બસોના સંચાલન ઉપર 10 દિવસ માટે બ્રેક મારી હતી. આજે મળેલી સમીક્ષા બેઠકમાં વધુ એક અઠવાડિયું સંચાલનને સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો છે. સુરતથી ઉપડતી અને આવતી બસો તા. 12 ઓગષ્ટ સુધી હવે દોડી શકશે નહીં.

સરકારે જાહેર કરેલ અનલોક-1 અને 2ની ગાઈડ લાઈન મુજબ એસટી બસ તથા ખાનગી બસ સેવા સોશિયલ ડિસ્સન્સિગનું પાલન, બસોનું સેનિટાઇઝેશન વગેરે સહિત સમગ્ર રાજ્યમાં શરૃ કરી દેવામાં આવી હતી. પરંતુ બીજી બાજુ સુરત શહેરમાં કોરોના સંક્રમણ ના કેસો વધતાં સુરત જતી અને સુરતથી ઉપડતી એસટી બસો અને લક્ઝરી બસોને સ્થગિત કરવાનો નિર્ણય લેવો પડયો હતો.

અત્રે એ ઉલ્લેખનીય છે કે આ અગાઉ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના સચિવે પરિપત્રથી જણાવ્યું હતું કે ઉચ્ચ કક્ષાએ થયેલ સમીક્ષા બાદ કોરોનાના સંદર્ભમાં સુરતમાં આવતી તેમજ સુરતથી ઉપડતી તમામ એસટી બસ અને ખાનગી બસ સેવાનું હાલ પૂરતું તા.27મીને સોમવારથી 10 દિવસ માટે તા.5મી ઓગષ્ટ સુધી સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો. આજે મળેલી સમીક્ષા બેઠકમાં વધુ એક અઠવાડિયું બસોને સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો છે.

Read Also

Related posts

ચીન શસ્ત્રો મુદ્દે અમેરિકા સાથે ઉતર્યું સ્પર્ધામાં, આ આધુનિક ફાઈટર વિમાન કરી રહ્યું છે તૈયાર

Mansi Patel

ગુજરાતમાં ભગવાન જગન્નાથની રથયાત્રા ન નીકળી પણ ભાજપના ભગવાનની નીકળી, રૂપાણી સરકારનું દિલ દરિયાદિલ

pratik shah

post officeની આ સ્કીમમાં રોકાણ કરશો તો થોડા સમયમાં જ રૂપિયા થઈ જશે ડબલ, ફાયદાનો સોદો છે

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!