ચાર વર્ષ પહેલા સુરતમાં લાલ દરવાજા ખાતે આવેલી એમ.એસ. યુ લીલાબા સ્કૂલના બે સગીર વિદ્યાર્થીઓ સાથે શારીરિક અડપલા કરી પોક્સો એક્ટના ભંગના કેસમાં આરોપી વ્યાયામ શિક્ષક ને આજે દોષી ઠેરવી પોક્સો કેસોની ખાસ અદાલતના જજ દિલીપ મહીડાએ પાંચ વર્ષની કેદ તથા રૃ.25 હજાર દંડની સજા ફટકારી છે. આરોપી દંડ ભરે તો ભોગ બનનાર વિદ્યાર્થીને વળતર પેટે ચુકવવા કોર્ટે નિર્દેશ આપ્યો છે.
લાલ દરવાજા ખાતે એમ.એસ.યુ. લીલાબા સ્કૂલમાં વ્યાયમ શિક્ષક તરીકે ફરજ બજાવતા આરોપી જીતેશ શાંતિલાલ વાઘેલા (રે.બહુચર સોસાયટી, વેડરોડ) વિરુદ્ધ તા.4-10-16ના રોજ બે સગીર વિદ્યાર્થીના ફરિયાદી વાલી દ્વારા શારીરિક અડપલાં કરી પોક્સો એક્ટના ભંગ બદલ મહીધરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપી શિક્ષક જીતેશ વાઘેલા જુનાગઢના શાળાકીય પ્રવાસ, વ્યાયામના પરિયડ તથા બહારગામ રમત-ગમતની સ્પર્ધામાં ગયા હોય ત્યારે બંને વિદ્યાર્થીને બળજબરીથી કીસ કરવા, એકબીજા પર સુવડાવવાથી માંડીને છાશવારે નિતંબ પર ધક્કો મારતો હોવાનો આક્ષેપ હતો. જેથી પોકસો એક્ટના ભંગના ગુના બદલ આરોપી શિક્ષકની ધરપકડ કરાઇ હતી.

વિકૃત હરકત બદલ શિક્ષકને મળી આ સજા
આ કેસની આજે અંતિમ સુનાવણી હાથ ધરાઇ હતી. અલબત્ત શિક્ષકના બચાવપક્ષે અન્ય શિક્ષકોના મેળાપીપણાં પીડિત વિદ્યાર્થીઓના વાલીઓએ ખોટી ફરિયાદ કર્યાનું જણાવી આક્ષેપોનું ખંડન કર્યુ હતું. એક વિદ્યાર્થીએ ફરિયાદપક્ષના કેસનું સમર્થન કર્યું નથી. તદુપરાંત ફરિયાદ મુજબ પણ આરોપી શિક્ષકે શારીરિક હુમલો કર્યો હોવાનું પુરવાર થતું ન હોઈ પોક્સો એક્ટની કલમનો ગુનો બનતો નથી. ફરિયાદી વિદ્યાર્થીનો રમત ગમતમાં દેખાવ સારો ન હોઈ મહેનત ન કરતા હોવાથી ટીમમાં ન લેવાથી કિન્નાખોરી રાખીને ફરિયાદ કરી હોવાનો બચાવ લેવાયો હતો.
જેના વિરોધમાં સરકારપક્ષે એપીપી અરવિંદ વસોયા તથા રાજેશ ડોબરીયાએ મૂળ ફરિયાદી વિદ્યાર્થીઓના વાલી તરફે પ્રીતીબેન જોશીની એફીડેવિટ તથા લેખિત દલીલોમાં જણાવાયું કે, આરોપી શિક્ષકે રમત શીખવાડવા કે પ્રોત્સાહન આપવા વિદ્યાર્થીઓ સાથે કૃત્ય કર્યું હોવાનું માની શકાય તેમ નથી. આરોપી દ્વારા જુદા જુદા સ્થળાએ, સમયે પીડિતોને કિસ કરવા, નિતંબ પર ધક્કો મારવા, એકબીજા પર સુવડાવવા તથા પોતે સુઈને માનસિક વિકૃતિ સંતોષવા ખાતર કરેલા ગુનાઈત કૃત્યો ગણાય.
સુનાવણી બાદ કોર્ટે આરોપી શિક્ષક જીતેશ વાઘેલાના પોક્સો એક્ટની કલમ ૧૦ના ભંગ બદલ પાંચ વર્ષની સખ્તકેદ, રૃ.25 હજાર દંડ તથા દંડ ન ભરે તો વધુ એક વર્ષની સખ્તકેદની સજાનો હુકમ કર્યો છે. જ્યારે કલમ-8 મુજબ ત્રણ વર્ષની સખ્તકેદ,10 હજાર દંડ તથા દંડ ન ભરે તો વધુ 6 માસની કેદની સજા કરી છે. આરોપી દંડ ભરે તો ભોગ બનનાર વિદ્યાર્થીને 25 હજાર વળતર પેટે ચુકવવા નિર્દેશ આપ્યો છે.

હળવી સજાની માંગ નકારી કોર્ટે કહ્યું, આરોપીના અપરાધજન્ય કૃત્યુ સારા શિક્ષકને શોભે તેવા પ્રકારના નથી
પોક્સો એકટના ભંગના ગુનામાં કોર્ટે આરોપી જીતેશ વાઘેલાને દોષી ઠેરવ્યા બાદ બચાવપક્ષે હળવી સજા કરી રહેમની માંગ કરી હતી. જેને કોર્ટે નકારી કાઢીને જણાવ્યું હતું કે આરોપી રમત ગમતના શિક્ષક તરીકે શાળામાં ફરજ બજાવતા હતા. સમાજમાં શિક્ષકનો દરજ્જો ગુરુનો તથા ભાવિ પેઢીના ઘડતર તથા બાળકના સર્વાંગી વિકાસ કરનાર તરીકે છે. પરંતુ આરોપી શિક્ષકે કુમળી વયના બાળક સાથે શારીરિક અડપલાં કરીને બાળકના માનસિક વિકાસ પર લાંબા સમય સુધી વિપરિત અસર છોડી છે. આરોપીના અપરાધજન્ય કૃત્યો સારા શિક્ષકને શોભે તેવા પ્રકારના નથી. જેથી કુમળી વયના બાળકોનું સમાજમાં રક્ષણ થાય તથા તેમના પર આવા ગુના બનતા અટકે તે માટે સમાજમાં દ્વષ્ટાંત રૃપ દાખલો બેસે તે પ્રકારે આરોપીને કાયદા મુજબ જરૃરી સજા કરવી ન્યાયના હિતમાં છે.
Read Also
- તૈયાર રહેજો ખિસ્સા થવાના છે ખાલી: એક દિવસ પણ કાઢી ન શકો, એવી તમામ વસ્તુના ભાવ વધ્યા, આ રહ્યું લિસ્ટ
- BIG NEWS : મોદી સરકારનો મોટો નિર્ણય, લાંબા સમયથી જે વિચારણા પર મંથન કરી રહ્યાં હતાં તેના પર આજે લઈ લીધો ફૈંસલો
- પાકિસ્તાની જેલથી મુક્ત થઈ ભારત પરત આવ્યો ગુજરાતી ભરવાડ, જણાવ્યું- પાડોશી ક્ષત્રુ દેશે કેવો કર્યો વ્યવહાર
- દિલ્હી-NCR સહિતના રાજ્યોમાં વરસાદની શક્યતા, હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ
- પુરુષોમાં ઝડપથી વધી રહી છે નપુંસકતાની સમસ્યા, આજે જ આ વસ્તુઓ ખાવાનું છોડી દો…