GSTV
Surat Trending ગુજરાત

ફરી વિવાદમાં સ્મીમેર હોસ્પિટલ: પરિસરમાંથી મળી આવી દારૂની ખાલી બોટલો, AAPના કોર્પોરેટરોએ ભાજપ શાસકો સામે ઉઠાવ્યા સવાલો

સ્મીમેર

સુરતની સ્મીમેર હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે. હોસ્પિટલ પરિસરમાંથી જ દારૂની ખાલી બોટલો મળી આવતા હોસ્પિટલમાં સિક્યોરિટીનો પૂરેપૂરો અભાવ જોવા મળ્યો છે. સારવાર માટે આવતા દર્દીઓની સ્મીમેર હોસ્પિટલ રાત્રી દરમ્યાન જાણે અસામાજિક તત્વો માટે અડ્ડો બની ચુક્યો છે. જ્યાં રાત્રી દરમ્યાન સ્મીમેર હોસ્પિટલના પીએમ રૂમ પાછળ આવેલ પરિસરના અનેક ઠેકાણાઓ પરથી દારૂની ખાલી બોટલ મળી આવતા હોસ્પિટલ સમિતિના સભ્યો અને આમ આદમી પાર્ટીના નગરસેવકો દ્વારા ભાજપ સાશકો સામે સવાલ ઉઠાવવામાં આવ્યા છે.

સમિતિના સભ્યોનું કહેવું છે કે ગૃહમંત્રી સુરતના હોવા છતાં તેમના જ હોમટાઉનમાં આવેલ સ્મીમેર હોસ્પિટલના પીએમ રૂમ પાછળના પરિસરમાંથી દારૂની ખાલી બોટલો મળી રહી છે. પાલિકા સિક્યોરિટી સ્ટાફ પાછળ લાખો કરોડોનો ધુમાડો કરે છે. પરંતુ અહીં સિક્યોરિટીનો પુરેપૂરો અભાવ જોવા મળી આવ્યો છે. હોસ્પિટલ પરિસરમાં કોલેજ અને ગર્લ્સ હોસ્ટેલ પણ આવેલ છે. આવા સંજોગોની અંદર દારૂની બોટલ મળવી તે અનેક સવાલ ઉભા કરે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.

READ ALSO

Related posts

5 રૂપિયામાં ભરપેટ ભોજન / મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો કરાવશે આરંભ, હોમ ડિલિવરીની પણ મળશે સુવિધા

Hardik Hingu

પહેલી વાર મિસ યુનિવર્સ સુષ્મિતા સેન દેખાશે કિન્નરના રોલમાં

GSTV Web Desk

ડ્રાઇવર વિના આપમેળે ચાલે છે ટ્રેકટર, ઓટોમેશન નહી કોઠાસૂઝનો છે કમાલ

GSTV Web Desk
GSTV