GSTV

સુરતમાં તરછોડાયેલી બાળકીનું ખૂલ્યું રહસ્ય : 17 વર્ષના સગા ભાઈ સાથે સંબંધ બાંધી બહેન જ બની હતી માતા

સુરતના પનાસ ગામ મ્યુનિ. આવાસ પાસે કચરાપેટીમાં ફેંકાયેલી નવજાત બાળકી ગત સવારે મળી આવી હતી. ઉમરા પોલીસે હાથ ધરેલી તપાસમાં નજકમાં જ રહેતી 18 વર્ષીય યુવતીએ બાળકીને જન્મ આપ્યા બાદ તરછોડી દીધી હોવાનું જાણવા મળતાં તેની અટકાયત કરી પુછપરછ કરતા તેણે 17 વર્ષના સગા ભાઈ સાથે શરીર સંબંધ બાંધતા ગર્ભ રહ્યા બાદ બે દિવસ અગાઉ ડીલીવરી થતા તરછોડયાની ચોંકાવનારી કબૂલાત કરી હતી.

હકિકત જાણી પોલીસ પણ ચોંકી ઉઠી

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત સવારે કાતિલ ઠંડીમાં પનાસ ગામ મ્યુનિ. આવાસ પાસે કચરાપેટીમાં ફેંકાયેલી નવજાત બાળકી મળી આવતા તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. બાળકીનો જન્મ તે મળી તેના પાંચ થી સાત કલાક પહેલા જ થયો હોય અને તેની નાળ ઉપર હોસ્પિટલમાં મારવામાં આવતો ક્લેમ્પ ન હોય ડીલીવરી ઘરમાં જ થઇ હોવાની શક્યતાના આધારે ઉમરા પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસને જાણવા મળ્યું હતું કે બાળકીને તરછોડી દેનાર નજીકમાં જ રહેતી 18 વર્ષની યુવતી છે. માનસિક બિમાર માતા અને 17 વર્ષના ભાઈ સાથે રહેતી તે યુવતીને પોલીસે શોધી કાઢી અટકાયત કરી પુછપરછ હાથ ધરી હતી. જોકે, જયારે પોલીસે તેની પાસે હકીકત જાણી ત્યારે પોલીસ ચોંકી ઉઠી હતી.

શરીરમાં થતા ફેરફારને છૂપાવવા પહેર્યા ઢીલા કપડાં

યુવતીએ પોલીસને જણાવ્યું હતું કે તેણે 17 વર્ષીય સગા ભાઈ સાથે શરીર સંબંધ બાંધતા તે ગર્ભવતી થઇ હતી. ગર્ભવતી થતા શરીરમાં થતા ફેરફારોને છુપાવવા તેણે ઢીલા કપડાં પહેર્યા હતા. પરંતુ બે દિવસ અગાઉ બાળકીનો જન્મ ઘરે થતા તેને કેવી રીતે રાખવી તે મૂંઝવણમાં તેણે બાળકીને ઘર નજીક જ કચરાપેટીમાં તરછોડી દીધી હતી. યુવતીની કબૂલાતના આધારે ઉમરા પોલીસે તેના 17 વર્ષીય ભાઈ વિરુદ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ આ અંગે હાલ સત્તાવાર કોઈ વિગત જાહેર કરી રહી નથી. બનાવની તપાસ વુમન પીએસઆઇ જાડેજા કરી રહ્યા છે.

READ ALSO

Related posts

હે રામ ! દહન થાય તે પહેલા જ કોઈ કરી ગયુ રાવણનું અપહરણ, પૂતળૂ ઉઠાવી ગઈ પબ્લિક

Pravin Makwana

માત્ર છોકરાઓ નહી છોકરીઓ પણ કરે છે ફ્લર્ટ, આ સંકેતથી તમને મળશે જવાબ!

Ankita Trada

અરવલ્લી : પેટ્રોલ પંપના સંચાલક પર અસામાજિક તત્વોએ કર્યો હુમલો, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!