GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

સુરતમાં ઈલેક્ટ્રોનિક્સના શો રૂમના પાર્કિંગમાં અાગ : ફાયર બ્રિગેડનું રેસ્ક્યૂ અોપરેશન

સુરતના રાંદેર રોડ પર આવેલા વિજય સેલ્સના શો રૂમમાં આગ લાગતા નાસભાગ મચી હતી. આગને કારણે ઉપરના માળે રહેલા લોકો ફસાયેલા છે. આગની જાણ થતા ફાયરબ્રિગેડની ત્રણ ગાડીઓનો કાફલો ઘટનાસ્થળે ધસી ગયો હતો અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. સાથે જ આગમાં ફસાયેલા લોકોને ક્રેન દ્વારા રેસ્ક્યુ કરીને નીચે ઉતારવામાં આવી રહ્યા છે. અડાજણ વિસ્તારમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા ઈલેક્ટ્રોનિક્સના શોરૂમના પાર્કિંગમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને આગના કારણે સેકન્ડ ફ્લોર પર આવેલી હોસ્પિટલના ડોક્ટર, નર્સ સહિતનો સ્ટાફ ફસાયા હતા.

પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો

અડાજણ વિસ્તારમાં આવેલા ઈલેક્ટ્રોનિક્સના શો રૂમના પાર્કિંગમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જેથી ગ્રાઉન્ડ ફ્લોર પર આગનો ધુમાડો ફરી વળ્યો હતો. ત્યારબાદ સેકન્ડ ફ્લોર પર આવેલી આઈ ક્યૂ હોસ્પિટલમાં ધુમાડો ફેલાવવા લાગ્યો હતો. જેથી હોસ્પિટલના સ્ટાફે 15 જેટલા દર્દીઓને બહાર કાઢ્યા હતા. દરમિયાન હોસ્પિટલનો સ્ટાફ બહાર નીકળવા જતા ધુમાડો વધી જતા ફસાઈ ગયા હતા. કેટલાક લોકો હોસ્પિટલના કાચ ખોલી બહાર સાઈડ પણ આવી ગયા હતા. ઘટનાની જાણ થતા તાત્કાલિક ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી ગયું હતું. અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. હાલ આગ કાબુમાં આવી ગઈ છે.

Related posts

GCMMF આ બ્રાન્ડ સાથે ખાદ્ય તેલ બજારમાં કરશે એન્ટ્રી, અન્ય તેલ કંપનીઓમાં મચ્યો ખળભળાટ

Nilesh Jethva

રાજીવ ગાંધી ફાઉન્ડેશન : ચીન નહીં દેશની ટોપની તમામ કંપનીઓએ આપ્યું છે ડોનેશન

Mansi Patel

વૈશ્વિક અર્થતંત્રમાં 2020માં 5.2 ટકાનો ઘટાડો થશે, બીજા વિશ્વયુદ્ધ બાદ સૌથી ખરાબ સ્થિતિ આવશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!