GSTV
Gujarat Government Advertisement

બૂમરાણ/ સિવિલની 2000ની ડિમાન્ડ સામે મળ્યા માત્ર 275, કોરોના બાદ હવે ગુજરાતમાં નથી મળી રહ્યાં આ ઈન્જેક્શન

સિવિલ

Last Updated on May 12, 2021 by Damini Patel

કોરોના મહામારી વચ્ચે હવે મ્યુકોરમાઇકોસિસ નામની બીમારીનો પગ પેસારો થયો છે. પાલિકાની સ્મીમેર હોસ્પિટલમાં હાલમાં મ્યુકોર માઇકોસિસના 16 દર્દી સારવાર હેઠળ છે. જેમાં 10 કન્ફ્રર્મ અને 6 શંકાસ્પદ છે. સિવિલ સાથે સ્મીમેર હોસ્પિટલમાં પણ દર્દીઓને લગતી સારવાર અને સ્પેશિયલ ડોકટરની ટીમ તથા અલાયદા વોર્ડ સહીતની જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે.

નવી સિવિલ હોસ્પિટલમાં હાલમાં મ્યુકોરમાઇકોસિસના દર્દીઓ માટે સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે.આ સાથે પાલિકાની સ્મીમેર હોસ્પિટલમાં તંત્ર દ્વારા અલગ ઓ.પી.ડી, અલગવોર્ડ તથા ઓપરેશન થિયેટર અને ડોકટરોની ટીમ તૈયારી સાથે જરૃરી વ્યવસ્થા કરાઇ છે. જોકે આ બિમારીમાં અતિ મહત્વના ઇન્જેક્શનની જરૃરિયાત પ્રમાણે માંગણી કરવામાં આવી છે.પણ હજી સુધી આવ્યા ન હોવાનું સ્મીમેરના તબીબી અધિક્ષક ડો.વંદનાબેન દેસાઇએ કહ્યું હતું.

2000ની ડિમાન્ડ સામે મળ્યા માત્ર 275

સિવિલ ખાતે એક ઓક્યુલોપ્લાસ્ટીક સર્જનની નિમણુંક કરવામાં આવી છે. તેમજ દર્દીઓની સારવાર માટે હાલમાં ઉપયોગી એવા લાયપોસોમલ એમ્ફોટેરીસીન-બી નામના 2000 ઈન્જેકશની ડિમાન્ડ કરવામાં આવી હતી. જે પૈકી હાલમાં 275 ઇન્જેક્શનનો જથ્થો મળ્યો છે. સિવિલમાં હાલમાં 15 જેટલા દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જોકે ગત રાતે થી આજ દિવસ દરમિયાન આ બિમારી અંગે ચાર દર્દી ડોકટરની સલાહ વિરૃદ્ધ સારવાર છોડીને જતા રહ્યા છે. અને આવતી કાલે બે દર્દીનાં ઓપરેશનની શકયતા હોવાનું સિવિલના અધિક તબીબી અધિક્ષક ડો.ધારિત્રી પરમારે કહ્યું હતું.

સ્મીમેરમાં મ્યુકોરમાયકોસિસના દર્દીની પ્રથમ સર્જરી સફળ રહી, નાક પાસે લોહીના કાળા ગઠ્ઠા થઇ ગયા હતા

અડાજણ વિસ્તારમાં રહેતા 62 વર્ષીય નવીનચન્દ્ર 25 દિવસ પહેલા કોરોના સંક્રમિત બનતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. બાદમાં તેમને તબિયતમાં સુધારો આવતા રજા આપી હતી. બાદમાં ચાર દિવસ પહેલા તેમને માથામાં દુઃખાવો, મોઢા પર દુઃખાવો સહિતની તકલીફ થતા સારવાર માટે ગત તા.8મીએ સ્મીમેર હોસ્પિટલમાં આવ્યા હતા. જોકે તેને મ્યુકોરમાઇકોસિસ બિમારીના લીધે નાક નજીકમાં લોહીના કાળા ગઠ્ઠા થઇ ગયા હતા.

જેથી સ્મીમેરના ઇ.એન.ટી વિભાગના ડોકટરોની ટીમે આજે સવારે સ્મીમેરમાં તે દર્દીના નાકમાં દુરબીન નાખીને સફળ સર્જરી કરી હતી. આ બિમારીથી પીડાતા દર્દીનું સ્મીમેરમાં પ્રથમ ઓપરેશન હતુ. તે માટે દોઢથી બે કલાક સમય લાગ્યો હતો એમ ઇ.એન.ટી વિભાગના વડા ડો.અજય પંચાલે કહ્યું હતું.

Read Also

Gujarat Government Advertisement

Related posts

આજથી દેશભરમાં હોલમાર્કિંગ ફરજીયાત, વેપારીઓ અને ગ્રાહકોને થશે ફાયદો: જવેલર્સ

Pritesh Mehta

LIC અને IDBI એ લોન્ચ કર્યું ‘શગુન’ ગિફ્ટ કાર્ડ, પિન વગર જ કરી શકશો આટલાં રૂપિયા સુધીની લેણદેણ ને સાથે આ અન્ય ફાયદા

Dhruv Brahmbhatt

પેટ્રોલના સતત ભાવ વધારા બાદ હવે મળી શકે છે રાહત, સરકારે ઓઇલ કંપનીઓ સાથે ગોઠવી બેઠક

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!