સુરતની એક એવી સરકારી શાળા જ્યાં એડમિશન માટે થાય છે રીતસરની ધક્કામુક્કી

ખાનગી શાળાઓના રાફડા વચ્ચે સુરતમાં એક એવી શાળા છે. જ્યાં યોગ્ય શિક્ષણની સાથે સારા સંસ્કારો બાળકોને આપવામાં આવે છે. જેના કારણે વાલીઓ હવે પોતાના બાળકોનું એડમિશન કરાવવા આ શાળા તરફ દોડ મૂકી રહ્યા છે. સુરત મનપા સંચાલિત આ શાળામાં સાતસો જેટલા બાળકોની મર્યાદિત સંખ્યા સામે આઠસો જેટલા એડમિશન આવી ચુક્યા છે. જે અંગે સમિતિ દ્વારા એડમિશનની પ્રક્રિયાને લઈ અન્ય વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે.

સુરતના ઉતરાણ ખાતે મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા ક્રમાંક 334 માં વાલીઓ પોતાના બાળકોના એડમિશન માટે વહેલી સવારથી લાંબી કતારમાં જોવા મળી રહ્યા છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલીત મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક શાળા ક્રમાંક 334 માં આગામી વર્ષ 2019 ના નવા સત્રના પ્રવેશ માટે 800 જેટલા એડમિશન ફોર્મ આવી ચુક્યા છે. જ્યાં શાળામાં વિદ્યાર્થીઓની મર્યાદિત સંખ્યા 750 જેટલી છે.સીનિયર કે.જી અને ધોરણ 1 થી 8 માં પ્રવેશ માટે 800 એડમિશન ફોર્મ આવ્યા છે. જ્યાં 750 વિદ્યાર્થીઓની કેપેસિટી સામે 800 વિધાર્થીઓનું વેઇટિંગ હાલ બોલાઈ રહ્યું છે.

ઉચ્ચ પોસ્ટ અને વન કલાસ ઓફિસર તરીકે ફરજ બજાવતા લોકો પણ પોતાના બાળકોને આ શાળામાં એડમિશન અપાવી રહ્યા છે. આ શાળામાં યોગ્ય શિક્ષણની સાથે બાળકોમાં સંસ્કારોનું પણ ઘડતર કરવામાં આવે છે.એક અલગ જ વાતાવરણ બાળકોને આ શાળામાં મળી રહે છે.

READ ALSO 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter