GSTV
Home » News » રૂ.20 કરોડના હિરાની લૂંટની તપાસમાં રૂ.14 લાખની લૂંટનો બીજો ગુન્હો ૫ણ ઉકેલાઇ ગયો !

રૂ.20 કરોડના હિરાની લૂંટની તપાસમાં રૂ.14 લાખની લૂંટનો બીજો ગુન્હો ૫ણ ઉકેલાઇ ગયો !

સુરતમાં રૂપિયા 20 કરોડના હીરાની લૂંટ મામલે પોલીસે બે આરોપીઓની ધરપકડ બાદ અન્ય આરોપીઓને ઝડપવા તજવીજ શરૂ કરી છે. સુરત પોલીસની એક ટીમ ઉત્તરપ્રદેશ જવા રવાના થઈ છે. વરાછામાં પ્રિન્સેસ પ્લાઝામાં લૂંટનો આરોપી અરવિંદ પાંડેની ઓફિસમાંથી પોલીસને નકલી અને અસલી હીરા મળી આવ્યા. વરાછાના આંગડિયા લૂંટ કેસના હીરા પણ પોલીસે કબજે લીધા છે. આરોપી અરવિંદ આ ઓફિસમાં પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના હેઠળ ઈલાઈટ ફાઉન્ડેશન ટ્રેનિંગ સેન્ટર નામથી એનજીઓ ચલાવતો હતો. ત્યારે પોલીસે આ ઓફિસમાંથી સરકારની વિવિધ યોજનાઓના સાહિત્ય પણ કબજે કર્યા છે. અરવિંદની તપાસ દરમિયાન વરાછાં ચૌદ લાખના હીરાની લૂંટનો પણ ભેદ ઉકેલાયો. અમૃત મગન આંગડિયા પેઢીના ડિલિવરીમેન પાસે આરોપીઓએ 14 લાખના હીરાની લૂંટ કરાવી હતી.

 

Related posts

મુખ્યમંત્રી વિજય રૂપાણી એ પાણી મુદ્દે જે કહ્યું તેનાથી તમે ખુશ થઈ જશો

Dharika Jansari

અમેઠીની એક મહિલા પ્રધાનને સંસદનો પ્રવાસ કરાવ્યો સ્મૃતિ ઇરાનીએ

NIsha Patel

નર્મદા નીરનો વિવાદ વકરતા મધ્યપ્રદેશ અને ગુજરાત આમને સામને

Bansari
Do NOT follow this link or you will be banned from the site!