GSTV
World

Cases
3198269
Active
2696867
Recoverd
375622
Death
INDIA

Cases
97581
Active
95527
Recoverd
5598
Death

સુરતમાં રૂ.20 કરોડના હીરાની લૂંટમાં બે શખ્સો ઝડપાયા, હીરા અને હથિયારો કબજે

સુરતમાં વીસ કરોડની હીરાની લૂંટનો ભેદ ઉકેલાયો છે. પોલીસે બે આરોપીની ધરપડક કરી છે. આ બંને આરોપી યુપીના છે. આરોપીઓ પાસેથી લૂંટનો તમામ મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ કમિશનર સતીશ શર્માએ કહ્યું કે આ ઘટનામાં અન્ય લોકો પણ સંડોવાયેલા છે. તેમણે આવી ઘટનાઓ ફરીથી ન બને તેવો ભરોસો આપ્યો છે. અને જો આવી ઘટના બનશે તો તે ઝડપથી ઉકેલાઈ જશે તેમ પણ કહ્યું. તો આ ઘટના બાદ પોલીસ તંત્રએ હીરાના વેપારીઓ સાથે બેઠક કરી હતી. જેમાં તેમની પેઢીઓ, મોલ સહિતના સ્થાનો પર સુરક્ષા વધારવા માટે પ્લાન તૈયાર કર્યો છે. મહત્વનું છે કે સુરતના ઈતિહાસમાં હીરા લૂંટની આ સૌથી મોટી ઘટના હતી. સ્થાનિક પોલીસ. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ.. ક્રાઈમબ્રાન્ચ સહિતની પોલીસની વિવિધ ટીમ તપાસમાં જોતરાઈ હતી. ર૦ કરોડની હીરા લૂંટનો ભેદ ઉકેલાયાનો જીએસટીવીએ જ સૌપ્રથમ અહેવાલ રજૂ કરી અગ્રેસર રહ્યુ હતુ. કતારગામની ગ્લોસ્ટાર કંપનીના ર૦ કરોડના હીરા સેફ ડિપોઝીટ વોલ્ટમાં મૂકવા જતી વેળા લૂંટાયા હતા. હીરા મૂકવા આવેલા કર્મચારીઓ પર ફાયરિંગ કરીને લૂંટ મચાવાઇ હતી.

 

Related posts

Coronaનો આતંક યથાવત: રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 415 પોઝીટીવ કેસો, 29 લોકોનાં થયા મોત

Mansi Patel

આ જર્મન યુવતીને ગુજરાતી લોક સાહિત્યનું એવુ ઘેલું લાગ્યું કે અંતિમ શ્વાસ સુધી સૌરાષ્ટ્રને ભૂલી ના શક્યાં

Nilesh Jethva

પાલિતાણામાં નાળિયેરના વૃક્ષ પર પડી વીજળી, લાઈવ દ્રસ્યો કેમેરામાં થયા કેદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!