GSTV

સુરતમાં ફરી ધોળા દિવસે કરોડોની ચોરી, પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડતા

સુરતમાં ફરી ધોળા દિવસે કરોડોની ચોરીની ઘટના બનતા ચકચાર મચી છે. જોગી જવેલર્સ નામની દુકાનમાં તસ્કરોએ દીવાલમાં બાકોરૂ પાડી કરોડો રૂપિયાના સોના અને ચાંદીની  ચોરી કરી નાસી ગયા છે.

ગૃહ રાજ્ય મંત્રી અને મુખ્યમંત્રીની પણ સુરત હાજરી વેળાએ  શહેરના  કાપોદ્રા વિસ્તારમાં કરોડોની ચોરી થતા સુરત પોલીસનુ નાક કપાયુ છે. કાપોદ્રા નજીક આવેલ રચના સોસાયટી પાસે આવેલી જોગી જ્વેલર્સમાં આ ચોરી થઇ છે. જ્યારે જ્વેલર્સ શોપના માલિક બપોરે શોપ બંધ કરી ઘરે જમવા ગયા હતા. ત્યારે તસ્કરોએ દિવસ દરમ્યાન જ્વેલર્સની દુકાનને નિશાન બનાવી હતી.

જ્વેલર્સ શોપની બાજુની દિવાલમાં બાકોરું પાડી તસ્કરોએ દુકાનમાં પ્રવેશ કર્યો હતો અને ચોરીને અંજામ આપતા. આ ચોરીમાં બે તસ્કર સીસીટીવીમાં કેદ પણ થઈ ગયા હતા.

તસ્કરોએ 22 કિલો ચાંદી, 88 હજાર રોકડ રૂપિયા, 2500 ગ્રામ સોનાની ચોરી કરી હતી.ઘટના બનતા કાપોદ્રા પોલીસ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા છે.

Related posts

કામના સમાચાર/ આજથી શરૂ થઇ 392 સ્પેશિય ટ્રેનો, એક ક્લિકે જાણો તમામ નિયમોથી લઇને ભાડા સુધી બધુ જ

Bansari

ગુજરાત શિક્ષણ બોર્ડના પેપર- રિઝલ્ટ દસ્તાવેજ સાચવવા 24 કરોડનાં ખર્ચે બનશે સ્ટ્રોંગ રૂમ

pratik shah

IPL 2020: રાજસ્થાન સામે ધોનીની CSKએ વાળ્યો ધબડકો, હવે પ્લેઑફની રાહ પણ મુશ્કેલ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!