GSTV
Surat ગુજરાત

સુરત : યુ-ટ્યુબ પર વીડિયો જોઈને ઝવેરીને લૂટ્યો પણ 24 કલાકમાં જ પકડાયો, ના કામ લાગી ઓનલાઈન ટ્રીક

સુરતના કતારગામ વિસ્તારમાં વહેલી સવારે જ્વેલર્સ વેપારી પર મરચાંની ભૂકી નાખી રૂપિયા 3.77 લાખની કિંમતની સોનાના ચેનની લૂંટ ચલાવી નાસી છૂટેલા રત્ન કલાકારની કતારગામ પોલીસે ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. દેવું વાળવા માટે રત્ન કલાકારે આ લૂંટનો પ્લાન બનાવ્યો હોવાનું પોલીસ તપાસ બહાર આવ્યું હતું. જ્યાં આરોપી પાસેથી 2.37 લાખની મત્તાનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે. આરોપી દ્વારા યુ-ટ્યુબ પર વીડિયો જોઈ લૂંટની ઘટનાને અંજામ આપવા પ્લાન બનાવ્યો હતો.

કતારગામ આંબાતલાવડી ખાતે આવેલ જ્વેલર્સની દુકાનમાં હિતેશ વસાણી નામનો શખ્સ મોઢે માસ્ક પહેરી ગ્રાહક બની દુકાનમાં આવ્યો હતો. ગ્રાહકના સ્વાંગમાં આવેલ હિતેશ દ્વારા ખરીદીના બહાને જ્વેલર્સ માલિક પાસેથી જુદી જુદી સોનાની ચેન જોવા માંગી હતી. જેમાં ચેનની કિંમત પૂછી વજન કરાવવાના બહાને પોતાના બેગમાંથી મરચાની ભૂકી કાઢી જ્વેલર્સ માલિક પર નાખી દીધી હતી.

જ્યાં જ્વેલર્સ માલિકની આંખમાં મરચાની ભૂકી નાખી 5 સોનાના ચેનની લૂંટ ચલાવી ફરાર થઇ ગયો. ઘટના અંગે જ્વેલર્સ માલિકની ફરિયાદના આધારે પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી તપાસ હાથ ધરી હતી. દરમ્યાન મળેલ બાતમી અને સીસીટીવી ફુટેજના આધારે પોલીસે હિતેશ વસાણી ને ઝડપી પાડ્યો હતો. જેની પાસેથી 2.37 લાખની મત્તાનો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ કતારગામ પોલીસે હાથ ધરી હતી.

Related posts

રાજકોટમાં આજથી મોજ- મસ્તીના મૂકામ જેવો પાંચ દિવસીય લોકમેળો, 15 લાખથી વધુ લોકો ઉમટી પડવાનો અંદાજ

Bansari Gohel

મેગા ઓપરેશન/ ગુજરાત એટીએસને મળી મોટી સફળતા, રાજ્યમાંથી ઝડપાયું રૂ.2151 કરોડનું ડ્રગ્સ

Bansari Gohel

તહેવાર ટાણે મેઘ વર્ષા/ સૌરાષ્ટ્રમાં શ્રાવણે શ્રીકાર : બે દિવસમાં 1થી 5 ઈંચ વરસાદ ખાબક્યો, અનેક ડેમ છલકાયા

Bansari Gohel
GSTV