GSTV

સુરતમાં સ્કૂલ રીક્ષા પલટી : 1 બાળકનું મોત, ડ્રાઈવરે જે કહ્યું તે સાંભળી ચોંકી જશો

Last Updated on December 28, 2018 by Arohi

સુરતમાં ફરી એક વાર શાળાના વિદ્યાર્થીઓ ભરેલી રીક્ષા પલટી થતા અકસ્માત સર્જાયો છે. જેમાં રીક્ષા ચાલકની બેદરકારીના કારણે એક પરિવારે પોતાનો બાળક ગુમાવ્યો છે. પાંડેસરા પિયુષ પોઇન્ટમાં વહેલી સવારે એડમ પબ્લિક શાળાની સ્કૂલ રીક્ષાએ પલટી મારી હતી ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા રીક્ષાએ પલટી મારી જેમાં એક વિદ્યાર્થીનું મોત થયું.. જ્યારે 4 વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. જેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમને પ્રાથમિક સારવાર બાદ રજા આપી દેવામાં આવી હતી.

સુરતમાં સ્કુલ રીક્ષા પલટી મારતા સર્જાયેલા અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ત્યારે આ અકસ્માત પાછળ ક્યાંકને ક્યાંક ફરી રીક્ષા ચાલકને જવાબદાર છે અને આ ઘટના બાદ વાલીઓએ રિક્ષાચાલક સાથે ટપલી દાવ પણ કર્યો હતો. દુર્ઘટનાનો ભોગ બનેલા તમામ બાળકો એડમ પબ્લિક સ્કૂલ ના વિદ્યાર્થીઓ હતા.સીસીટીવીમાં સ્પષ્ટ જોવા મળે છે કે કેવી રીતે રીક્ષા પલટી ખાઈ છે. જ્યારે ડ્રાઇવરના નિવેદન મુજબ તેની સાથે બેઠેલા વિદ્યાર્થીનો પગ સ્ટેરિંગમાં ફસાઈ જતા તે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને આ ઘટના સર્જાઈ હતી. આ ઘટનામાં ધોરણ એકમાં અભ્યાસ કરનાર ગૌરવ પ્રજાપતિનું મોત થયું છે. બાળકના મોત બાદ પરિવારમાં માતમનો માહોલ જોવા મળ્યો હતો.

રીક્ષા પલટી ખાતા સર્જાયેલી દુર્ઘટનામાં મોતને ભેટનારા બાળકને પોસ્ટમોર્મટમ માટે સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ ખાતે લઈ જવામાં આવ્યો હતો.જ્યાં પીએમ રૂમની બહાર મૃતક પરિવારે “હમેં હમારા બચ્ચાં ચાહિયેની માંગ સાથે હોબાળો મચાવ્યો હતો. શિક્ષકના મતે સ્કૂલ રિક્ષામાં કુલ 6 બાળકો સવાર હતા. જેમાં નવમા અભ્યાસ કરતો વિદ્યાર્થી ચાલકની સીટ પર બેઠો હતો.બાળક નો પગ ઓટો રિક્ષાના સ્ટીયરિંગમાં આવી જતા ઘટના બની.પાંડેસરા થી બાળકો ને ઘરેથી લઈ વરાછા સ્થિત ત્રિકમ નગર ખાતે આવેલ એડમ પબ્લિક સ્કૂલે લઈ જવામાં આવી રહ્યા હતા. ત્યારે આ દુર્ઘટના સર્જાઈ શાળા સંચાલકોએ મૃતકના પરિવાજનોને મદદનું આશ્વાસન આપ્યુ છે. તો પાંડેસરા પોલીસે તપાસ શરૂ કરી છે. ઘટના માટે જવાબદાર ઓટો રીક્ષા ચાલક છે તેટલી જ જવાબદાર સુરત ટ્રાફિક પોલીસ અને આરટીઓ પણ છે.કારણ કે ટ્રાફિકના નિયમોને પણ નેવે મૂકી બાળકોને જીવન જોખમે આગળની સીટ પર બેસાડવામ આવે છે

Read Also

Related posts

ભ્રષ્ટાચાર / નીતિનિયમોને નેવે મૂકી વિકાસ કામો કર્યાનો આક્ષેપ, સરકારી યોજનાઓમાં થઈ રહી છે મોટાપાયે ગેરરીતી

GSTV Web Desk

Health Tips / કોવિડ-19માંથી સાજા થયા પછી ન કરો આ મોટી ભૂલ, નબળાઈ અને થાક નહીં છોડે પીછો

Vishvesh Dave

શેરબજાર માટે નોન ઇવેન્ટ પૂરવાર થશે બજેટ! સરકાર આ ક્ષેત્રો પર કરશે ધ્યાન કેન્દ્રિત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!