સુરતના ભાજપના નેતા જયંતિ ભાનુશાળી પર દુષ્કર્મને આરોપ લગાવનારા પીડિતાના ન્યાય માટે ભટકી રહી છે અને તેના પૂર્વ પતિએ તે પીડિતા અને તેના પરિવાર પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે. તેણે આરોપ લગાવ્યો છે કે, આ છોકરી રૂપિયા પડાવવાનું કામ કરી રહી છે. આ રીતે ચારથી પાંચ યુવતીઓ છે .જે વિવિધ લોકો સાથે સંબંધો રાખી ક્લિપ બનાવીને પૈસા પડાવવાનું કામ કરી રહી છે.
સુરતની પીડિતાના પૂર્વ પતિએ આરોપ લગાવ્યો છે કે, તે લગ્ન પહેલા એક નેતાના સંપર્કમાં હતી .પીડિતાના પૂર્વ પતિએ છબીલ પટેલ નામના રાજકારણીનું નામ પણ લીધુ છે અને તેના ધમકીભર્યા આવતા હોવાનું કહ્યુ છે. છબીલ પટેલ પીડિતા સાથે છુટ્ટાછેડા લેવાનુ દબાણ કરતો હતો અને બાદમાં તેઓએ છૂટા છેડા લીધા હોવાનું પીડિતાના પૂર્વ પતિએ કહ્યુ છે.
જયંતિ ભાનુશાળી પર આરોપ લગાવનારી પીડિતાના વર્ષ 2015માં પહેલા લગ્ન થયા હતા અને તે સમયના પતિએ આજે પીડિતા પર ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તેણે કહ્યુ છે કે, અમે ધોરણ 9 થી પરીચિત હતા અને લગ્નના દોઢ મહિનામાં અમે અલગ થયા હતા. તેણે લગ્ન પહેલા અને પછી પૈસા લીધા હતા અને અત્યાર સુધી 24થી 25 લાખ પીડિતાએ પત્ની બનીને પડાવ્યા હોવાનો આરોપ પૂર્વ પતિએ લગાવ્યો છે…
સુરતની પીડિતાએ જયંતિ ભાનુશાળી પર ગંભીર આરોપ લગાવ્યો છે. તે પીડિતાના પૂર્વ પતિએ ભાનુશાળી સામેના આરોપોની સચ્ચાઈ સામે આવશે તેમ કહ્યુ છે. સુરતની પીડિતાના પૂર્વ પતિએ આરોપ લગાવ્યો કે તે પહેલેથી જ બધાને પરેશાન કરતી રહી છે. પીડિતાના પતિએ ગંભીર આરોપ લગાવતા કહ્યુ કે પીડિતાના 70થી 80 લોકો સાથે સંબંધો હતા.
- આ છોકરી પહેલે થી જ બધા ને હેરાન કરે છે
- ભાનુશાળી નું સામે આવ્યું પછી ખબર પડી કે મારી પૂર્વ પત્ની જ છે
- 9 માં ધોરણ માં હતી ત્યારથી પરિચયમાં હતા
- લગ્ન ન 1.5 મહિના માં અલગ થઈ ગયા
- મેરેજ પેલા અને પછી પૈસા લીધા હતા
- મેરેજ પેલા એક નેતા ના કોન્ટેકટ માં હતી આ છોકરી
- છબીલ પટેલ નામના રાજકારણી ના ધમકી ભર્યા ફોન આવતા હતા અને છુટા છેડા માટે દબાણ કરતા હતા
- લગ્ન પછી અનેક યુવક સાથે સબંધ હોવાની ખબર પડી
- એના પાપા ચોરીના કેસ માં હતા
- સુરત માં એક ફાયનાન્સવાલા સાથે સબંધ હતા શારીરિક સંબંધ બાંધી કલીપ પોતે બનાવતી હતી અને એટલા પૈસા પડાવી લીધા કે એ સુરત મૂકી ફરાર થઈ ગયો હતો
- એને 70 થી 80 લોકો સાથે સબંધ હતા
- 5 થી 6 યુવતી ઓછે જે મોટા નેતા ને ફસાવે છે જાતે કલીપ બનાવે અને પૈસા પડાવે છે જો પૈસા ન આપે તો બળાત્કાર ની ફરિયાદ કરે છે
- લગ્ન પછી 24થી 25 લાખ રૂપિયા પડાવ્યા છે.