સુરત શહેરમાં ફરી એક વાર સગીરા પર બળાત્કારની ઘટના સામે આવી છે. શહેરનાં મુગવાન ટેકરા પાસે સગીરાના ઘર પાસે રહેતા શખ્સે સગીરાને લગ્નની લાલચ આપી અવાર-નવાર દુષ્કર્મ ગુજારતો રહેતો હતો. પીડિતા સગીરાને અચાનક પેટમાં અસહ્ય દુ:ખાવો થતા તબીબી તપાસમાં સગીરા ગર્ભવતી હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી પરિવારને દીકરીએ સમગ્ર હકીકત જણાવી હતી.

બેથી અઢી વર્ષ સુધી આ શખ્સ લગ્નની લાલચ આપી સગીરા પર દુષ્કર્મ આચરતો રહ્યો
જેમાં ઘર પાસે જ રહેતા શખ્સે બેથી અઢી વર્ષ સુધી લગ્નની લાલચ આપી સગીરા સાથે દુષ્કર્મ ગુજારતો હોવાનું સામે આવ્યું છે. બાદમાં તેની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. પરંતુ બાદમાં દુષ્કર્મ બાદ ગર્ભવતી થયાની જાણ પીડિત પરિવારે પોલીસનો સહારો લેવો પડ્યો હતો. ફરિયાદના આધારે મહીધરપુરા પોલીસે વાતને ગંભીરતાથી લઇ આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરામાં બે સંતાનની માતા પર બાળકોની હાજરીમાં જ આચરાયું હતું દુષ્કર્મ
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ વડોદરામાં બે સંતાનની માતા પર બાળકોની હાજરીમાં જ દુષ્કર્મ આચરાયું હોવાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે, પતિના મિત્રએ આર્થિક મદદના બહાને બોલાવી પીડિતાને હવસનો શિકાર બનાવી હતી, સાથે પાંચ વર્ષીય પુત્રી સાથે પણ અડપલા કર્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વડોદરાના છાણી પોલીસ સ્ટેશને દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. સાબરમતી જેલમાં સજા કાપતા કેદીના પુત્ર પર દુષ્કર્મનો આરોપ લાગ્યો છે.

પીડિતાનો પતિ સાબરમતી જેલમાં કેદ
દુષ્કર્મની ફરિયાદ કરનાર મહિલાનો પતિ પણ સાબરમતી જેલમાં કેદ છે. જેલમાં રહેલા કેદી રણછોડ પટેલના પુત્ર લાલજી પટેલે નાણાની મદદના બહાને હેઠળ કારમાં દુષ્કર્મ આચર્યુ હોવાનો આરોપ છે. પીડિત મહિલાની પાંચ વર્ષની દિકરીની પણ જાતિય સતામણીનો આરોપ લાગ્યો છે. પીડિતાને તબીબી તપાસ અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવી છે અને છાણી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
READ ALSO :
- ચીનમાં કોલેજ લવર્સ માટે સ્પ્રિંગ બ્રેક : શા માટે વિદ્યાર્થીઓને ‘વસંત વિલાસ’ રજા આપવાની નોબત આવી?, આ ઘાતકી નીતિ છે જવાબદાર
- “બંગાળ સળગી રહ્યું છે અને દીદી ચુપ છે.”..હાવડા હિંસા મામલે અનુરાગ ઠાકુરના મમતા પર પ્રહાર
- UNSCની અધ્યક્ષતા કરશે રશિયા, યુક્રેને કહ્યું- આ એપ્રિલ ફૂલની સૌથી ખરાબ મજાક છે
- ગેરકાયદેસર રીતે અમેરિકા જવાની ઘેલછા ભારે પડી, બોટ મારફતે નદી પાર કરતાં કરતાં ઉછાળા મારતા વહેણમાં ડૂબી ગયાને ચાર લોકોએ જીવ ખોયા
- આયર્નની ઉણપ હોય ત્યારે શરીર આ સંકેત આપે છે, તેને તરત ઓળખો, નહી તો ગંભીર તકલીફ થશે